પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૧૪માં દેશના પ્રધાનસેવક તરીકેનું દાયિત્વ સંભાળ્યા બાદ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણને ધ્યેયમંત્ર બનાવ્યો છે. – શ્રી અનિલભાઈ પટેલ
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૧૪માં દેશના પ્રધાનસેવક તરીકેનું દાયિત્વ સંભાળ્યા બાદ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણને ધ્યેયમંત્ર બનાવ્યો છે. – શ્રી અનિલભાઈ પટેલ
વિશ્વની સૌથી મોટી આરોગ્ય સુરક્ષા પ્રણાલી ‘ આયુષ્યમાન ભારત ‘ના માધ્યમથી ગરીબ લોકોને ગંભીર બીમારીની સારવાર પણ ખૂબ જ સરળ બની છે, સંજીવની સાબિત થઈ રહી છે. – શ્રી રુચિરભાઈ ભટ્ટ
ગાંધીનગર જિલ્લા અને મહાનગર ભાજપાની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે ગાંધીનગર મહાનગરના કાર્યાલય ભૈરવનાથ પાર્ટી પ્લોટ, રાયસણ ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપા સરકાર ના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૮ વર્ષ પૂર્ણ થયાના ઉપલક્ષ્યમાં ગાંધીનગર જિલ્લા અને મહાનગર ભાજપાના સંયુક્ત ઉપક્રમે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ ગઈ હતી.
આ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ગાંધીનગર જિલ્લા ભાજપા અધ્યક્ષશ્રી અનિલભાઈ પટેલ અને મહાનગર ભાજપ અધ્યક્ષ શ્રી રુચિરભાઈ ભટ્ટે સંયુક્ત રીતે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૧૪માં દેશના પ્રધાનસેવક તરીકેનું દાયિત્વ સંભાળ્યા બાદ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણને ધ્યેયમંત્ર બનાવ્યો છે. કોઈપણ યોજના બને અને તેનો શત પ્રતિશત અમલ થઈ છેવાડાના માનવી સુધી પહોંચે તેની સીધી દેખરેખ અને કાળજી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સ્વયં લઈ રહ્યા છે.
શ્રી અનિલભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના બન્ને પનોતા પુત્રો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રિય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહના દ્રઢ નિર્ધાર અને પ્રમાણિક પ્રયાસોના પરિણામે આજે ગ્રામીણ, શહેરી, મહિલાઓ, વંચિતો, ખેડૂતો, યુવાનો અને સમાજના દરેક વર્ગના જીવન ધોરણમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની મજબૂત અને નિર્ણાયક ભાજપા સરકારના કારણે "આત્મ નિર્ભર ભારત" સમગ્ર વિશ્વમાં એક આગવા અને અસરકારક બળ તરીકે ઉભરી રહ્યું છે.
શ્રી પટેલે વધુમાં જણાવ્યુ હતું કે છેલ્લા આઠ વર્ષમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની દ્રઢ સંકલ્પ શક્તિ અને લોકોનો તેમના પ્રત્યેનો અતૂટ વિશ્વાસ અને સ્નેહના પરિણામે જ "આત્મનિર્ભર ભારત" "વોકલ ફોર લોકલ", "સ્વચ્છ ભારત અભિયાન" "હર-ઘર શૌચાલય" અને "ફિટ ઇન્ડિયા" જેવા અભિયાન જન આંદોલન બની ચૂક્યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વોટ બેંકની પરવાહ કર્યા વિના ' દેશ પ્રથમ ' ના ભાવ સાથે " નયા ભારત" ના નિર્માણમાં સમર્પિત રીતે દેશસેવા કરી રહ્યા છે. આજે પ્રશાસનિક વ્યવસ્થાઓ એ જ છે જે પહેલા હતી પરંતુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકારે તેને નાગરિક કેન્દ્રિય અને ગરીબો માટે વધુ સંવેદનશીલ બનાવી છે તેમજ સમસ્યાઓના કાયમી સમાધાન તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
શ્રી રુચિરભાઈ ભટ્ટે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ નીતિના કારણે ૨૦૧૪ પહેલા કોઈપણ બિઝનેસ શરૂ કરવા ૩૫ દિવસ લાગતા હતા પરંતુ આજે માત્ર ૧૮ દિવસોમાં બિઝનેસ શરૂ કરી શકાય છે. છેલ્લા ૮ વર્ષમાં જનધન યોજના અન્વયે ખોલી આપેલા ખાતાઓના કારણે લાભાર્થીઓને તેમની સહાય કોઈપણ વચેટિયા વિના સીધે સીધી મળી રહી છે. આ આઠ વર્ષમાં ૯ કરોડ ગેસ કનેક્શન, ૨૫ કરોડ જનધન ખાતા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા માં ૮૦ ટકા સહાય મહિલાઓને, મુદ્રા યોજનામાં ૬૮ ટકા લોન મહિલાઓને આપીને મહિલાઓના સશકિતકરણની દિશામાં અભૂતપૂર્વ કાર્ય કરવામાં આવ્યું છે.
શ્રી ભટ્ટે વધુમાં કહ્યું કે વિશ્વની સૌથી મોટી આરોગ્ય સુરક્ષા પ્રણાલી ' આયુષ્યમાન ભારત 'ના માધ્યમથી ગરીબ લોકોને ગંભીર બીમારીની સારવાર પણ ખૂબ જ સરળ બની છે, સંજીવની સાબિત થઈ રહી છે. આ ઉપરાંત કિશાન સન્માન નિધિ અને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી કિસાનો અને ગરીબોના જીવનમાં સુગમતા આવી છે.
શ્રી ભટ્ટે આગામી કાર્યક્રમો અંગે છણાવટ કરતા કહ્યું કે પ્રદેશ ભાજપાની યોજના મુજબ ૭૫ કલાક દરેક કાર્યકર્તા સંપર્ક, તા. ૧ થી ૧૫ જૂન દરમ્યાન કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રી શ્રી ઓ દ્વારા દરેક જિલ્લામાં જાહેર સભા સંબોધન, ૫ જૂનના રોજ પર્યાવરણ દિનની ઉજવણી, ૬ જૂનના રોજ મહિલા મોરચા દ્વારા પ્રત્યેક સ્વ સહાય જૂથ અને મહિલાઓનો સંપર્ક, ૭ જૂનના રોજ અનું. જાતિ મોરચા દ્વારા યુવાઓની મીટીંગ, ૮ જૂનના રોજ અનુ. જન જાતિ મોરચા દ્વારા લાભાર્થી સંપર્ક ખાટલા બેઠકો, ૯ જૂનના રોજ ઓબીસી મોરચા દ્વારા લાભાર્થી સંપર્ક - ખાટલા બેઠક, ૧૦ જૂનના રોજ ભાજપાના વિવિધ સેલ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન, કટાર લેખકો, પત્રકારો, શિક્ષકો અને ઉદ્યોગકારો સાથે બેઠકો, ૧૧ જૂનના રોજ ગરીબોનો સંપર્ક, ૧૨ જૂનના રોજ લાભાર્થી અને નવા મતદારોનો સંપર્ક, ૧૩ જૂનના રોજ ભાજપા ડોકટર સેલ દ્વારા કુપોષિત બાળકોનું હેલ્થ ચેકઅપ, ૧૪ જૂનના રોજ યુવા મોરચા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ ના ઉપક્રમે દરેક જિલ્લામાં રેલી અને ૧૫ જૂનના રોજ બાકી રહેતા જિલ્લાઓમાં સભાઓનું આયોજન કરવામાં આવશે.