
ગાય માતા એ સનાતન ધર્મની કુળદેવી છે ત્યારે સૌ સાથે મળીને ગૌ માતાને બચાવીએ.
સેવા હી સાધનાના સુત્રને સાર્થક કરતી સંસ્થા શ્રી સર્વ સેવા સંધ (કચ્છ) ભુજ દ્વારા અનશનવ્રતધારી, જીવદયાપ્નેમી શ્રી તારાચંદભાઈ છેડાની પ્નેરણાથી પશુરક્ષા અભિયાન અંતગર્ત માંડવી–મુંદરા વિસ્તારના ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાના વરદ્ હસ્તે આજરોજ મુંદરા તાલુકાના ફાચરિયા ગામેથી બોચા,કણઝરા,લફરા,બગડા,કુકડસર,હટડી,વાઘુરા,ટપ્પર ગામો માટેના નિરણ કેન્દ્રનો ગૌ માતાને ધાસ ખવડાવીને નિરણ કેન્દ્રનો પ્નારંભ કરવામાં આવ્યો હતો. આ પ્નસંગે સંસ્થાના અધ્યક્ષ શ્રી જીગર તારાચંદભાઈ છેડાએ કચ્છના મહામુલા પશુધનને બચાવવા માટે શ્રી સર્વ સેવા સંધ (કચ્છ) ભુજ દ્વારા કરવામાં આવતા કાર્યોની માહિતી આપી હતી. ગાય માતા એ સનાતન ધર્મની કુળદેવી છે .આ નવ ગામોના પ૦૦૦થી વધુ મહામુલા ગૌધનને ધોમ ધખતા ઉનાળામાં સૌના સાથ સહકારથી બચાવવાના આ અભિયાનમાં યથા શકિત સહયોગ આપવા અનુરોધ કરયો હતો. જે પણ ગામમાં ટ્રસ્ટ, સંસ્થા, મહાજન કે દાતાશ્રીઓ નથી તેવા ગામમોમાં પણ નિરણ કેન્દ્ર શરૂ કરી મહામુલા પશુધનને બચાવવા માટે કાર્ય કરવામાં આવશે. આ પ્નસંગે જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેનશ્રી મહેન્દ્રભાઈ ગઢવી, મુંદરા–બારોઈ નગરપાલીકાના પ્નમુખ શ્રી કિશોરસિંહ પરમાર, મુંદરા તાલુકા ભાજપના પ્નમુખ શ્રી વિશ્રામભાઈ ગઢવી વિગેરે પ્નાસંગીક પ્નવચનો કરયા હતા. આ પ્નસંગે તાલુકા પંચાયત મુંદરાના પ્નમુખ શ્રીમતી રાણીબેન ચાવડા, કચ્છ જિલ્લા ભાજપના મંત્રી શ્રી વાલજીભાઈ ટાપરીયા,જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી પ્નધ્યુમનસિંહ જાડેજા, મુંદરાના તાલુકા પંચાયતના ઉપપ્નમુખ શ્રી રતનભાઈ ગઢવી, મુંદરાના તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી હરેન્દ્રસિંહ જાડેજા,મુંદરા શહેર ભાજપના પ્નમુખ શ્રી પ્નણવભાઈ જોષી, મુંદરા–બારોઈ નગરપાલીકાના ઉપપ્નમુખ શ્રી પ્નકાશભાઈ પાટીદાર, મુંદરા–બારોઈ નગરપાલીકાના કારોબારી ચેરમેન શ્રી ડાયાલાલભાઈ આહિર, શ્રી સર્વ સેવા સંધ, મુંદરાના પ્નમુખશ્રી જાદવજીભાઈ શેઠીયા,જિલ્લા પંચાયતના પુર્વ ઉપપ્નમુખ શ્રી ગરીશીભાઈ છેડા,તાલુકા ભાજપના અગ્રણીશ્રી કુલદિપસિંહ જાડેજા,એપી.એમ.સી.ના પુર્વ પ્નમુખ શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા,શ્રી શામરાભાઈ ગઢવી,શ્રી રામભાઈ ગઢવી, શ્રી નર્મલિસિંહ જાડેજા અને આજુબાજુના ગામના સરપંચશ્રીઓ તથા સામાજિક આગેવાનો અને ગ્રામજનો હાજર રહયા હતા. આવેલ તમામ મહેમાનોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ હતુ. પશુરક્ષા યોજનાની રૂપ રેખા સંસ્થાના મંત્રી શ્રી મુકેશભાઈ ભટ્ટે આપી હતી. જયારે કાર્યક્રમનું સંચાલન પશુરક્ષા અભિયાનના શ્રી માંડણભાઈ રબારી અને આભારવિધી શ્રી રવાભાઈ આહિરે કરી હતી.
