
સ્વરછ ભારત મિશન થકી ઘર આંગણે શૌચાલય બનતા લોકોને ગંભીર બિમારીયોથી બચાવવામાં આવ્યા છે.
રિપોર્ટ ઈકબાલ મેમણ સાબરકાંઠા
રિપોર્ટ યુનુસ મેમણ સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના રેવાસ ગામના જ્યોત્સનાબેન કનુભાઇ ચેનવા જણાવે છે કે અમારાં પરિવારમાં હું,બે બાબા અને એક બેબી એમ કુલ ચાર સભ્યો રહીએ છીએ. અમે છુટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલવાવાળા વ્યક્તિઓ છીએ. અમારે બે ટંકના જમવા માટે સખત પરિશ્રમ કરવો પડે છે. આવી પરિસ્થિતિમાં અમે ઘરની બીજી જરૂરીયાત વારી વસ્તુ માટે વિચારી પણ ન શકીએ.આવા સમયમાં ઘરે શૌચાલય બનાવવું અમારા માટે ખુબ જ મુશ્કેલ હતું. અમારા ઘરમાં મારે એક દિકરી પણ છે. અમારે શૌચાલય ન હતું ત્યારે શૌચક્રિયા માટે ખુલ્લામાં જઉ પડતું હતુ. શૌચક્રિયા માટે ખુલ્લામાં જઉ પડે એ બાબત અમારા માટે ખુબ જ શરમ જનક હતી. આથી શૌચક્રિયા માટે અમારે સવારનો વહેલો સમય અને મોડી સાંજના સમયની રાહ જોવી પડવી હતી. આનાથી પણ વિશેષ કે અમારા ઘરે કોઇ મહેમાન આવે ત્યારે શૌચક્રિયા માટે ક્યાં મોકલવા….. ! આ પરિસ્થિતિ અમારા માટે ખુબ જ ક્ષોભજનક બની જતી હતી. પરંતુ અમને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઘર આંગણે જ શૌચાયલની સહાય મળી. આથી, અત્યારે અમારી તમામ સમસ્યાઓનો અંત આવ્યો છે. ઘર આંગણે જ શૌચાયલ મળતા હવે અમારે સાવારે વહેલા અને મોડી સાંજેની રાહ જોવી પડતી નથી. શૌચાલયો બનતા હવે બીમારીનું પ્રમાણ પણ ઘટ્યું છે. જોત્સનાબેન ચેનવા સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતા કહે છે કે ઘર આંગણે શૌચાલયો બનાવી સરકારે સાચાં અર્થે મહિલાઓના સ્વમાન અને સ્વાભિમાનની રક્ષા કરી છે. સમગ્ર ભારત દેશના લોકો સ્વચ્છતા પ્રત્યે જાગૃત બને એ હેતુથી સ્વચ્છ ભારત મિશન કાર્યક્રમ અમલી બનાવવામાં આવ્યો છે. આ યોજના તમામ ગ્રામીણ પરિવાર કુટુંબોને આવરી લે છે. ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા અને સ્વાથ્યને બહોળા પ્રમાણમાં ઉત્તેજના મળે, ખુલ્લામાં શૌચક્રિયા બંધ થવાથી ગ્રામીણ લોકજીવનમાં સુધારો આવે તે માટે સ્વચ્છ ભારત મિશન થકી સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યાંછે.. ગ્રામીણ વિસ્તારોમાં લોકોની જીવન ગુણવત્તા વધારવા માટે સ્વચ્છ ભારત મિશન જેવી યોજનાઓ અમલી બનાવવામાં આવી છે.
