
વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ૨૦૧૪ બાદ અંબાજીથી ઉમરગામ પટ્ટાના આદિવાસી ભાઈઓની ચિંતા કરાઈ : સાંસદ રમીલાબેન બારા

રિપોર્ટ ઈકબાલ મેમણ સાબરકાંઠા
રિપોર્ટ યુનુસ મેમણ સાબરકાંઠા
વૈશ્વીક પટલ પર સુશાસન દ્વારા હિંદુસ્તાનની આગવી ઓળખ પ્રસ્થાપિત કરનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૩૧ મેના રોજ સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ અને દ્રઢ નિશ્વય દ્વારા શાસનના ૮ વર્ષ પુર્ણ કર્યા છે. ત્યારે સાબરકાંઠા જીલ્લા ભાજપ પ્રમુખ જે.ડી. પટેલ અને રાજય સભાના સાંસદ રમીલાબેન બારા તેમજ સાબરકાંઠા જીલ્લા પંચાયત પ્રમુખ ધીરજભાઈ પટેલની ઉપસ્થિતિમાં હિંમતનગર ખાતે કેન્દ્ર સરકારની ૮ વર્ષની કામગીરીનો રિપોર્ટ લોંચ કરાયો હતો. જેમાં જીલ્લાની જનતાને સરકાર દ્વારા મળેલી અને મળનાર સેવાઓ અને યોજનાઓ સંદર્ભે યોજાનારા વિવિધ કાર્યક્રમો અંગેની જાણકારી જીલ્લા ભાજપ પ્રમુખે પત્રકાર પરિષદમાં આપી હતી.
જીલ્લા ભાજપ પ્રમુખ જે.ડી. પટેલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યુ હતું કે સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ, નવિનતા અને દ્રઢ નિશ્ચય દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના શાસનના ૮ વર્ષ પુર્ણ કર્યા છે. સરકાર દ્વારા પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનામાં ગર્ભવતી મહિલા અને ધાત્રી માતાઓને, આયુષ્યમાન કાર્ડ દ્વારા કરોડો લોકોને વિનામૂલ્ય સારવારની સુવિધા ઉપરાંત ૧૩૦ કરોડના આપણા દેશમાં કોરોનાની મહામારી દરમ્યાન ૧૯૦ કરોડથી વધુ કોરોના રસીના ડોઝ અપાવીને વેક્સીનેશનમાં પણ વૈશ્વીક સિધ્ધિ હાસલ કરી છે. તેમણે જણાવ્યુ હતું કે ભારતમાં ગરીબી રેખાથી નીચે આવતા લોકોમાં ૧૨ ટકાનો ઘટાડો નોંધાયો છે જે બહુ મોટી વાત છે. અનેક સદીઓથી આંદોલનો દ્વારા શ્રીરામ જન્મભુમિનો મુદ્દો અને કાશ્મીરમાંથી કોઈપણ જાતના સંઘર્ષ કે રક્તનું ટીપુ વહ્યા વિના કલમ-૩૦૦ હટાવીને કાશ્મીરને દેશની મુળધારા સાથે જોડવા સહિતના અનેક કાર્યો મોદી સરકારમાં થયા હોવાની માહિતી આપી હતી.
રાજય સભાના સાંસદ રમીલાબેન બારાએ ૨૦૧૪ પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી સરકારે દેશની દિશા અને દશા બદલી નાખી છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સાબરકાંઠાના વિજયનગર તાલુકાના પાલ-દઢવાવમાં અનેક શહિદવીરોએ દેશ માટે શહિદી વ્હોરી હતી જે સ્થાન પર શહિદવન બનાવી આદિવાસી સાસ્કૃતિક વિરાસતને ઉજાગર કરવાનું કાર્ય કર્યુ છે. તદ્ઉપરાંત અંબાજીથી ઉમરગામ સુધીના પટ્ટામાં વસનાર આદિવાસી ભાઈઓની પણ ચિંતા કરી તે વિસ્તારોમાં વિજળી, પાણી, રસ્તા સહિતના અનેક વિકાસ કાર્યો લોક સમર્પિત કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કિસાન સન્માન નીધી યોજના, પ્રધાનમંત્રી જનધન યોજના દ્વારા કરોડો લોકોના ખાતામાં સિધી સહાય ચુકવી છે અને તેનો કરોડો લોકોને લાભ મળ્યો છે.
સાબરકાંઠા જીલ્લા પંચાયત પ્રમુખ ધીરજભાઈ પટેલે જણાવ્યુ હતું કે સામાન્ય લોકોની આવશ્યકતા રોટી-કપડા-મકાનની છે તે મુજબ નરેન્દ્રભાઈ મોદીની સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જરૂરીયાત મંદોને આવાસ, શૌચાલયો, કોરોના કાળ દરમ્યાન જરૂરીયાત મંદ લોકોને વિનામૂલ્યે રાશન અને પી. એમ.જે.વાય. કાર્ડ દ્વારા સારવારની જરૂરીયાતવાળા લોકોને તેનો લાભ આપ્યો છે. જવાનોની વર્ષો જુની વન રેંક વન પેન્શનની માંગણીને પણ આ સરકારે પરિપુર્ણ કરી છે. સાબરકાંઠા જીલ્લા ભાજપના મહામંત્રી વિજયભાઈ પંડ્યાએ પત્રકાર પરિષદમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારના ૮ વર્ષના શાસન દરમ્યાન દેશની જનતાને સુશાસનની અનુભુતી કરાવ્યાનું જણાવી કહ્યુ હતુ કે નરેન્દ્રભાઈ સૌપ્રથમવાર ૨૦૧૪માં દિલ્હીની સંસદમાં પહોંચ્યા તે અગાઉ તેમણે સંસદના પ્રથમ પગથીચે નત મસ્તકે નમન કર્યા બાદ અંદર પ્રવેશ કર્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રીની સફરથી દેશના વડાપ્રધાન પદે પહોંચ્યા બાદ પણ નરેન્દ્રભાઈએ પ્રત્યેક દિપાવલી દેશના જવાનો સાથે ઉજવી ૭૦ વર્ષ બાદ દેશની સરહદો અને સંરક્ષણ વ્યવસ્થાને મજબુત બનાવવાનો પ્રજા સાથેનો વિશ્વાસ પણ પરિપુર્ણ કર્યો છે. આ પ્રસંગે સાબરકાંઠા જીલ્લા ભાજપ પ્રમુખ જે.ડી. પટેલ સાહેબ, રાજય સભાના સાંસદ રમીલાબેન બારા, સાબરકાંઠા જીલ્લા પંચાયત પ્રમુખ ધીરજભાઈ પટેલ, હિંમતનગર તાલુકા પંચાચત પ્રમુખ વિનોદભાઈ પટેલ, જીલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા, જયંતીભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, કોદરસિંહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
૮ વર્ષના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે. સાબરકાંઠા જીલ્લા ભાજપ પ્રમુખ જે.ડી. પટેલ અને મહામંત્રી વિજયભાઈ પંડ્યાએ પત્રકાર પરિષદમાં કેન્દ્ર સરકારની ૮ વર્ષની ઉપલબ્ધીઓને સાબરકાંઠા જીલ્લાની પ્રજા સમક્ષ લઈ જવા સાથે ખેડુતો માટે, મહિલાઓ માટે, સ્વ-સહાય જુથ, આંગણવાડી, આશાવર્કરો, કુપોષિત બાળકોના હેલ્થ ચેકઅપ, આઝાદી કા અમૃત મહોત્સવની ઝાંખી કરાવતા વિવિધ કાર્યક્રમો સહિતના અનેક કાર્યક્રમો અંગે જાણકારી આપી હતી. સાથે સાથે તા. ૩૦ મેથી વડાપ્રધાનના મનકી બાત ટીફીન કે સાથથી શરૂ થયેલા તા.૩૦ જુન સુધીના સંગઠન સશકિતકરણના કાર્યક્રમોની પણ માહિતી આપી હતી.
