જળ જીવન મિશન યોજના થકી ગલોડિયા ગામમાં પાણીની સમસ્યાનો અંત આવ્યો

વડાપ્રધાનશ્રીના હર ઘર કો જલના સંકલ્પ સાકાર કરતુ ગલોડિયા ગામ

રિપોર્ટ ઈકબાલ મેમણ સાબરકાંઠા
રિપોર્ટ યુનુસ મેમણ સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાનો આદિજાતિ વસ્તી ધરાવતો ખેડબ્રહ્મા તાલુકો, ત્યાથી પાંચેક કિલોમીટર દૂર આવેલુ ગલોડીયા ગામ કે જ્યાં વર્ષો પહેલા ગ્રામાજનોને પાણી ભરવાં માટે ગામની બહારના વાડી વિસ્તારોમાંથી સાઇકલ પર કે ચાલીને જઉ પડતું હતું. ગામની ડંકીઓમાંથી પાણી મેળવવું પડતું હતું. ચોમાસાની ઋતુ સિવાયનાં સમયમાં જમીનનાં પાણીનાં તળ ઉંડા ઉતરી જતાં પાણી મેળવવાં માટે વાડી-વિસ્તારમાં જવું પડતું હતું.
જળ એ જીવન છે. પાણી વિના જરાય ચાલી ન શકે. આથી પાણીની પુરતી જરૂરીયાત માટે કેરબા, ટીંપણા કે અન્ય સાધનોમાં પાણીનો સંગ્રહ કરવો પડતો હતો. પરંતુ ગામના સરપંચ વિનોદકુમાર પરશોત્તમભાઇ પટેલે જળ જીવન મીશનથી આખા ગામની પાણીની સમસ્યા નિવારી કાયા પલટ કરી નાખી છે.
આ અંગે વાત કરતા સરપંચ જણાવે છે કે સરકારશ્રીની જળ જીવન મીશન યોજના થકી ગામમાં દરરોજ પાણી મળતું થયું છે. આ યોજના થકી આ ગામની પાણીની સમસ્યાનો અંત આવ્યો છે. હાલ ગામમાં વાસ્મો થકી તમામ ગલી, મહોલ્લામાં જરૂરી સુચારૂં આયોજન કરી ગામનાં છેવાડાનાં વિસ્તાર સુધી પાઇપલાઇનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
નળ કનેક્શન મળતા હવે ગામનાં દરેક ઘરોમાં પુરતા ફોર્સ સાથે પાણી મળી રહે છે. ગ્રામજનોને મોટરની જરૂરીયાત રહેતી નથી.જેના થકી વીજળીનો પણ બચાવ થવા લાગ્યો છે.
ગામનાં તળાવમાં પણ પાણીનો સંગ્રહ વધ્યો છે.નળ કનેક્શન મળવાથી ગામડાંના છેવાડાના ઘર સુચી પાણી પહોંચાડી શકાયું છે. સરકારશ્રી દ્વારા આવી અનેક યોજનાઓ થકી ગામડાઓમાં પણ શહેર જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે.
તેમણે આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, વડાપ્રધાન હર હંમેશ છેવાડાનાં માનવીની સમાસ્યાઓ અગે ચિતિંત રહ્યા છે. સામાન્ય માનવીની સમસ્યાઓને પ્રાથમિકતા આપીને વિવિધ યોજનાઓ આયોજનબધ્ધ હાથ ધરી છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM