હિંમતનગરના પરબડાના દક્ષાબેનને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ઘર મળ્યું

દક્ષાબેન અને તેમના પતિ છુટક મજૂરી કરી પોતાનુ ગુજરાન ચલાવે છે.

રિપોર્ટ ઈકબાલ મેમણ સાબરકાંઠા
રિપોર્ટ યુનુસ મેમણ સાબરકાંઠા
સાબરકાંઠાના હિંમતનગરના દક્ષાબેન નરેશભાઇ સુથારને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન સહાય મળવાથી તેમનુ ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનુ સ્વપ્ન છે કે દેશના દરેક નાગરીકનું પોતાનુ પાકુ મકાન હોય. જે અંતર્ગત પ્રધાનમંત્રી ગ્રામિણ આવાસ યોજના અમલી બનાવી, કેન્દ્ર સરકાર ગ્રામીણ વિસ્તારના આર્થિક રીતે નબળા વર્ગને પોતાનું પાકું મકાન બનાવવા માટે રૂ. ૧,૨૦,૦૦૦/- આર્થિક સહાય પૂરી પાડી રહી છે. દક્ષાબેન જણાવે છે કે તેમને પ્રધાનમંત્રી આવાસ અંતર્ગત કુલ રૂ. એક લાખ વીસ હજારની સહાય મળી છે. જેથી તેઓએ અને તેમના પતિએ જાતે મજૂરી કરીને પોતાનું નવુ મકાન બનાવ્યું છે. તેમના પરિવારમાં પતિ-પત્નિ અને એક દિકરી છે જે પરણીત છે. પહેલા તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા. દક્ષાબેનના પતિ નરેશભાઇ કડિયા કામ કરે છે અને તેઓ પોતે બીજા લોકોના ઘરે છુટક મજૂરી કરવા જાય છે. બંન્નેની આવક થઈ મહિને માંડ સાત આઠ હજારની આવક થાય છે. એમાં ઘરનું ભાડુ આપવુ ખુબ મુશ્કેલ થઈ પડતું. વધુમાં જણાવે છે કે, તેમની સ્થિતિ એક સાંધે તો તેર તુટે તેવી સ્થિતિ હતી. ઘરનુ ભાડુ, લાઇટબીલ ઘરના અન્ય ખર્ચ હોય ત્યારે ગુજરાન ચલાવવુ ખુબ મુશ્કેલ હતું. પરંતુ હવે ઘરનુ ઘર બનતા ભાડાની માથાકુટ ઉઘરાણીથી છુટકારો મળ્યો છે. અમારા જેવા ગરીબ માણસ માટે પાકું મકાન એતો સ્વપ્ન સમાન છે. પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના વિશેની માહિતી મેળવી અને જરૂરી આધાર પુરાવા ગ્રામ પંચાયતમાં આપી અરજી કરી જેથી મકાન મંજુર થતા અમારા ખાતામાં પ્રથમ હપ્તો રૂપિયા ૩0,000/- જમા થયો. આ રકમ મળતા જ અમારે લિંટલ સુધીનું કામ પૂર્ણ કર્યું. ત્યારબાદ બીજો હપ્તો ૫0,000/- મળતા ધાબા સુધીનું કામ કર્યું. પછી ત્રીજો હપ્તો ૪0,000/- મળતા અમારું મકાનનું કામ સમ્પુર્ણ પણે પૂર્ણ થયું. પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત અમને કુલ ૧,૨૦,000/-ની મકાન સહાય મળી છે. નવું પાકું મકાન બનવાથી અમે પતિ-પત્નિ સાથે શાંતિથી રહીયે છીએ..પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત અમને આ લાભ આપવા બદલ હું અને મારો પરિવાર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર માનીયે છીએ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *