હિંમતનગરની વીજ કચેરીના પટાંગણમાં મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

વીજકર્મીઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું : ૭૫ બોટલ રક્ત એકત્ર કરાયું

વીજ સલામતી સપ્તાહ અંતર્ગત માર્ગદર્શન પૂરું પડાયું

રિપોર્ટ ઈકબાલ મેમણ સાબરકાંઠા
રિપોર્ટ યુનુસ મેમણ સાબરકાંઠા
ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડના હિંમતનગર વર્તુળની કચેરી ખાતે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર  પ્રભાવ જોષીની ઉપસ્થિતિમાં મંદિરનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. સાબરકાંઠા જિલ્લાના વીજ ધારકોની સેવામાં અવિરત ખડે પગે રહેનાર વીજ કર્મીઓની સલામતીની પણ પ્રાથમિકતા રહેલી છે જેથી વર્તુળ કચેરીમાં સમાવિષ્ટ ચાર કચેરીઓના ૩૫૦ થી કર્મચારીઓના આસ્થાના પ્રતિક સમાન “શ્રી બાલા હનુમાન” ની વર્ષ ૧૯૯૪ માં વર્તુળ કચેરીના પટાંગણમાં પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જેની ૨૮ વર્ષ બાદ મંદીરનો પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. મંદિરના પ્રતિષ્ઠા નિમિત્તે સંકટ સમયે જરૂરિયાત દર્દીને રક્તની જરૂરિયાત ઊભી થાય છે જેને લઇ વર્તુળ કચેરી તથા ૩૧ પેટાવિભાગ, પાંચ વિભાગીય કચેરીના કર્મચારીઓ દ્વારા રેડક્રોસ સોસાયટીના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૭૫ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.
આ સાથે ઉપસ્થિત નગરજનો અને વીજ કર્મીઓ જાગૃતિ આવે તે માટે દર વર્ષે ૧ થી ૭ જૂન દરમિયાન યોજાતા વીજ સલામતી સપ્તાહ અંતર્ગત લોકજાગૃતિના કાર્યો હાથ ધરવામાં આવે છે. જેમાં ચાલુ વર્ષે તમાકુ નિષેધ દિન ઉપક્રમે વ્યસન મુક્તિ અંગે નાટીકા ભજવાયું હતું. આ ઉપરાંત વીજ સલામતી માટે લેવાતા પગલાં અંગે સમજ આપવામાં આવી હતી.ત્રિવિધિ કાર્યક્રમમાં વીજ કંપનીના એમ.ડીશ્રી પ્રભાવ જોષી, જિલ્લા સમાહર્તા શ્રી હિતેષ કોયા,જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેન શાહ , હિંમતનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેરશ્રી પી.સી.શાહ સહિત મોટી સંખ્યામાં વીજકર્મીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM