કચ્છ મુંબઈ રેલમાર્ગના પ્રશ્નો રેલ રાજ્ય મંત્રી સમક્ષ રજુ કરતું કચ્છ જન જાગૃતિ અભિયાન

કચ્છ જન જાગૃતી અભિયાન ‘ ના પદાધિકારીઓ શ્રીમતી નેહલ શાહ, ૠષભ મારૂ અને કૃણાલ સંગોઈએ આજે રેલ રાજ્ય મંત્રી શ્રી રાવસાહેબ દાનવે સાથે મુલાકાત લઈ ‘ કચ્છ – મુંબઈ ‘ રેલ માર્ગની સમસ્યાઓની ચર્ચા કરી. સંસ્થાએ ‘ કચ્છ એક્સપ્રેસ ‘ અને ‘ સયાજી નગરી એક્સપ્રેસ ‘ ટ્રેનમાં થતી દારૂની હેરાફેરી પર લગામ લગાવવા માટે કડક પગલા ભરવાની માંગ સાથે એક્સપ્રેસ ટ્રેનમાં વધતા ચોરીના બનાવો માટે સિક્યુરીટી વધારવા બાબત વિશેષ ચર્ચા કરી તથા સયજીનગરી એક્સપ્રેસ ટ્રેન જે પહેલા કચ્છથી વડોદરા સુધી હોવાના કારણે ‘ સયાજી નગરી ‘ નામ મળેલ હતું, પણ હવે આ ટ્રેન મુંબઈ સુધી આવે છે તો તેનો નામ બદલવા માટે પણ ચર્ચા કરી છે. રેલ રાજ્ય મંત્રી શ્રી રાવસાહેબ દાનવેએ લગભગ ૩૦ મિનિટ ચર્ચા કરી અને સંબંધીત અધિકારીઓને મુંબઈ – કચ્છ રેલ માર્ગની સમસ્યાઓ નિવારવા આદેશ આપ્યો. તથા આવનારા થોડા દિવસોમાં સંસ્થા સાથે RPF અને પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર સૌ સાથે એક વિશેષ મિટીંગ અયોજન કરી જલ્દી બધી સમસ્યાનું નિવારણ લાવવા આશ્વાસન આપ્યું હતુ. તથા ભારતભરની એક્સપ્રેસ ટ્રેનમાં ૨૪ કલાક તાત્કાલિક વૈદકીય સારવારના અભિયાનને ‘ કચ્છ જન જાગૃતિ અભિયાન ‘ ટીમ દ્વારા ૨૪ કલાક કાર્યરત રહી જાગૃતિ આપવા માટે પ્રશંસા કરી હતી એમ સંસ્થા વતી ૠષભ મારૂએ જણાવ્યું હતુ._

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *