જિયોના ગ્રાહકો માટે કામના સમાચાર, આ નવા પ્લાનમાં કરાવો રિચાર્જ અને મેળવો વધુ ડેટા અને આવી સુવિધાઓ

જિયોનો 598 રૂપિયાનો પ્લાન
કંપનીએ આ પ્લાનને ક્રિકેટ પ્લાન નામ આપ્યું છે. આ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે. તેમાં જિયો નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને અન્ય નેટવર્ક માટે 2000 મિનિટ્સ મળે છે. રોજ 2 જીબી ડેટા મળે છે. આમ કુલ 112 જીબી ડેટા ગ્રાહકોને મળે છે. આ સિવાય રોજ 100 એસએમએસ અને જિયો એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે. 

આ પ્લાનમાં એક વર્ષ માટે ડિઝ્ની પ્લસ હોટસ્ટારની મેમ્બરશિપ મળે છે. જેની કિંમત 399 રૂપિયા છે. આઈપીએલ 2020 નજીક છે. એવામાં જિયોનો આ પ્લાન ઘણાં યુઝર્સ માટે ખૂબ જ ફાયદાકારી સાબિત થઈ શકે છે. 598 રૂપિયામાં નવા પ્લાન સાથે કંપનીએ અન્ય ચાર પ્લાન જેવા કે 401 રૂપિયા, 598 રૂપિયા, 777 રૂપિયા અને 2599 રૂપિયાનો પ્લાન પણ લોન્ચ કર્યો છે. 

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *