સુરતના સાંસદ શ્રીમતિ દર્શનાબેન જરદોશ દ્વારા અમૃત મહોત્સવ સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન

વિવિધ 7 રમતોમાં સમગ્ર સુરત સંસદીય મતવિસ્તારની ભાઈબ્જેનોની ટીમો અને વ્યક્તિગત રૂપે રમતવીરો ભાગ લેશે

જફર શેખ – સુરત

ભારતીય જનતા પાર્ટી દ્વારા હંમેશા જીવનના દરેક સ્તરના અને દરેક સમાજના લોકોને સાથે રાખવાનો પ્રયાસ થતો હોય છે. તેમજ સમાજના તમામ ક્ષેત્રોમાં ફક્ત રાજકીય જ નહિ તે સિવાયના સમાજના તમામ ક્ષેત્રોને પણ સંપર્કીત કરવાનો પ્રયાસ કાર્યક્રમો દ્વારા થતો હોય છે . જેના ભાગરૂપે સુરતના સાંસદ અને કેન્દ્રીય રેલવે અને ટેક્ષ્ટાઈલ રાજ્યમંત્રી શ્રીમતિ દર્શનાબેન જરદોશ દ્વારા સુરત સંસદીય મતવિસ્તારને સ્પર્શતા વિસ્તારમાં ભારતની આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે અમૃત મહોત્સવ સાંસદ ખેલ સ્પર્ધા હેઠળ વિવિધ 7 સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે , જેમાં પુરૂષ અને મહિલા એમ બે વિભાગમાં સાઈકલીંગ , વોલીબોલ , સ્વીમીંગ , રસ્સાખેંચ , ખોખો , કબડ્ડી , એથ્લેટિક્સ – સો મીટર દોડ , ભમરડા , લીંબુચમચી , કાંગારૂદોડ જેવી સ્પર્ધાઓ વિવિધ વયગ્રુપમાં રમાશે . આ સ્પર્ધામાં 18 વર્ષથી લઈ 50 વર્ષના નાગરિકો ભાગ લઈ રહ્યા છે . સમગ્ર સ્પર્ધાની વ્યવસ્થામાં 500 થી વધુ કાર્યકર્તાઓ લાગ્યા છે . તેમજ 1800 થી 2000 સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે , જેમાં વ્યક્તિગત અને ટીમ સ્પર્ધા રમાનાર છે . તારીખ 25.06.2022 ને રવીવારના રોજ સાંસદખેલ સ્પર્ધાની શરૂઆત થશે . જેનું ઉદ્ઘાટન શહેર ભાજપ અધ્યક્ષશ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા તેમજ સુરત શહેરના મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા હસ્તક થશે તેમજ 7 તારીખે સ્પર્ધાનું ઉદ્ઘાટન ભાજપ પ્રદેશ અધ્યક્ષશ્રી અને સાંસદશ્રી સી . આર . પાટીલ અને ગુજરાતના રમતગમત મંત્રી શ્રી હર્ષ સંઘવી સ્તક થશે 05.06.2022 ને રવીવારના સવારે 8-00 કલાકે વિવિધ રમતોની લીંગ મેચો કેશવફાર્મ , નાની વેડ , સુરત ખાતે , 07 / 06 / 22 ના રોજ સાઈકલ સ્પર્ધા સાંજે 4-00 કલાકે ગોપીન ગામ મોટા વરાછા થી અબ્રામારોડ ખાતે , તારીખ 08 / 06 / 22 ના રોજ સાંજે 4-00 કલાકે જળક્રાંતિ મેદાન , ધરમનગર ખાતે રસ્સાખેંચ અને ખોખો , તારીખ 09 / 06 / 2022 ના રોજ કતારગામ કોમ્યુનીટી હોલ ખાતે કબરી સવારે 7-00 કલાકથી તેમજ ટી , એન્ડ ટીવી હાઈસ્કૂલ નાનપુરા ખાતે વોલીબોલ , તારીખ 11 / 06 / 22 ના રોજ સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે એથ્લેટિક્સ -100 મીટર દોડ , ભારતીય રમતો જેવી કે ભમરડા , લીંબુ ચમચી , કાંગારૂ દોડ , તેમજ તારીખ 12/06/2022 ના રોજ તરણ સ્પર્ધા સવારે 8-00 કલાકે જોગાણીનગર તરણકુંડમાં થશે . આ તમામ સ્પર્ધાઓમાંથી શ્રેષ્ઠ ટીમો અને રમતવીરો વચ્ચે સ્પર્ધાઓ રમાડવામાં આવશે . સમગ્ર સ્પર્ધામાં રાજ્ય સ્તરના રેફ્રી તરીકે સેવા બજાવતા નિષ્ણાંતો દ્વારા નિર્ણય કરવામાં આવનાર છે .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *