આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ રાજયમંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારની  અધ્યક્ષતામાં કચ્છ જીલ્લા આરોગ્ય કર્મી સાથે સમીક્ષા બેઠક યોજાઈ

દિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ રાજયમંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારની  અધ્યક્ષતામાં કચ્છ જીલ્લા આરોગ્ય કર્મી સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી આ પ્રસંગે મંત્રીશ્રી નિમિષાબેન સુથારે જણાવ્યું હતુ કે કચ્છ જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે સરકારશ્રી દ્વારા મળતી પી.એમ.જે.એ.વાય ની સુવિધાઓ વ્યસ્થિત રીતે લોકોને મળતી રહે છે કે કેમ તે બાબતે વિગતે ચર્ચા કરીને આંકડાકીય માહિતી મેળવી હતી.વધુમાં તેમણે કચ્છ જિલ્લા આરોગ્ય શાખાઓની અદંર વ્યવસ્થાપન જરૂરી સાધનો છે કેમ તેના વિશે પણ માહિતી મેળવી હતી. તેમણે દરેક તાલુકા ની હૉસ્પિટલમાં ડાયાલિસિસની સારવાર મળી રહે તે માટે પણ  જરુરી સૂચનો કર્યાં હતાં. કચ્છ જીલ્લા મા કેટલા કર્મચારીઓ સેવા આપે છે તેની પણ આકંડાકીય માહિતી મેળવી હતી. આ પ્રસંગે મંત્રીશ્રી શ્રીમતી નિમિષાબેન સુથારએ જી.કે.જનરલ હોસ્પિટલ ભુજ ના  વિવિધ વિભાગોની મુલાકાત લઇને માહિતી  મેળવી હતી લીધી આ પ્રસંગે કલેકટર શ્રી પ્રવિણા ડી.કે, સીડીએચઓશ્રી ડૉ. જનકભાઇ માઢક, સીડીએમઓશ્રી ડો. કશ્યપ બુચ, અધિક જીલ્લા આરોગ્ય અધિકારી ડો.પ્રેમકુમાર કન્નર, તમામ તાલુકા ના તાલુકા આરોગ્ય અધિકારીઓ તેમજ અદાણી ફાઉન્ડેશન ના કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *