અમદાવાદ જિલ્લામાં ‘પાપા પગલી’ પ્રોજેકટ અંતર્ગત TLM સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું.

મદાવાદ જિલ્લા પંચાયત ખાતે આજરોજ મહિલા અને બાળ વિકાસ વિભાગની મહત્વપૂર્ણ યોજ્ના અને ICDS શાખા દ્વારા કાર્યરત ‘’પાપા પગલી’’ પ્રોજેકટ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનીલભાઇ ધામેલિયાની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના તમામ TLM સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આંગણવાડીમાં આવતા ૩ થી ૫ વર્ષના બાળકોના સર્વાંગી વિકાસ માટે તેઓને માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા અને તાલુકા કક્ષાના ઇન્સ્ટ્રક્ટરની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેનો વિષય ‘પૂર્વ પ્રાથમિક શિક્ષણ’ ની થીમ રાખવામાં આવ્યો હતો. જેમાં 6 TLMને  વિજેતા જાહેર કરીને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. ‘’પાપા પગલી’’ પ્રોજેકટ યોજના રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે. જેનો મુખ્ય હેતુ આંગણવાડીમાં આવતાં ૦૩ થી ૦૫ વર્ષના બાળકોને જીવનને મહત્વના વર્ષોમાં તેમના ગુણવત્તાપૂર્ણ જીવન માટેનો મજબૂત પાયો નખાય, બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને તેઓ બાલવાટિકાના શિક્ષણ માટે સજ્જતા કેળવે તેવો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક ગુજરાત સરકારે નિર્ધારિત કર્યો છે. નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત પ્રાથમિક શિક્ષણને બાળકના આગળના શાળાકીય શિક્ષણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવ્યું છે. આ માટે ત્રણથી પાંચ વર્ષના બાળકોને આંગણવાડીમાં જ પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું રહે છે. આ બાળકના શિક્ષણનો મહત્વ પાયો રાજ્યની આંગણવાડીમાં તૈયાર થશે અને ત્યારબાદ એટલે કે બાળકની પાંચ વર્ષની ઉમંર પછી તે આંગણવાડી છોડી શાળામાં બાલવાટિકામાં દાખલ થશે. અને તે માટે બાળક પહેલા ધોરણમાં જતા અગાઉ માનસિક રીતે તૈયાર થાય, ,  આ માટે  અમદાવાદ જિલ્લામાં અને ઘટક કક્ષાએ કુલ ૨૮ PSE ઇન્સ્ટ્રકટરની નિમણૂક કરવામાં આવી છે. જેના પા પા પગલી  પ્રોજેક્ટ દ્વારા આંગણવાડી બહેનોને ખાસ તાલીમ આપવામાં આવી રહી છે. આ પ્રસંગે વિભાગીય નાયબ નિયામકશ્રી અમદાવાદ ઝોન, સ્ટેટ કચેરીના અધિકારીશ્રીઓ,  કર્મચારીશ્રીઓ  તથા જિલ્લા અને અર્બનના પ્રોગ્રામ અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM