પ્રાકૃતિક ખેતી તરફ સહુએ વળવું જોઈએ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હાકલનો ઈન્ડિયન લાયન્સની ૨૩મી કોન્ફરન્સમાં  C.M.ના એડી.pro અને નેશનલ ઓર્ગેનાઇઝેશના ધરોહરનો પડ્યો પડઘો અને શ્રી પંડ્યાનો પડ્યો બોલ ઝીલતા મેમ્બર્સ-ડાયરેક્ટર્સ-સપોર્ટસએ કર્યુ પાલન

દેશદાઝ–દેશભાવ–દેશ દિશા માટે સમર્પિત સંસ્થાની નેશનલ કોન્ફરન્સ અને ક્રીએટીવ ઇવેન્ટસ માટે બે દિવસ જામનગર યજમાન બન્યુ અને જામનગર ને આ લ્હાવો મળ્યો તેમજ ખુબ મહત્વની બાબત એ છે કે શિસ્ત-ચોક્સાઇ અને પ્રગતિના આગ્રહી હિતેષભાઇ સંસ્થાને બુલંદી તરફ લઇ જઇ સૌ રચનાત્મક ભાઇઓ બહેનો ને અવિરત સંસ્થામા જોડી રાષ્ટસેવા સાથે માનવજાતની સેવા અને ભાવિ પેઢી ને ભવ્ય વારસો આપી શકાય તે માટે સફળતાપુર્વક કર્યરત હોવાનુ પણ તેમની નજીકના વર્તુળો જણાવે છે ઈન્ડિયન લાયન્સના ચીફ પેટ્રન અને મુખ્યમંત્રીના અધિક જનસંપર્ક અધિકારી  હિતેષભાઈ પંડ્યાની પ્રેરણાત્મક પહેલની ઠેર ઠેર પ્રશસ્તિ અને અપનાવવાના અભિગમથી માનવજાતની કુદરત સાથે સંકલનની નવી દિશાનો ઉદય થયાનો —નિષ્ણાંતો નો અભિપ્રાય મળ્યો છે જામનગરના રાજમાર્ગો પર ‘લીલી રેલી’ નગરયાત્રાએ આકર્ષણ જમાવ્યુંપર્યાવરણની થીમ પર “લીલી” નગરયાત્રા યોજાઇ હતી  હાઇલાઇટસ જોઇએ તોપ્રાકૃતિક ખેતી તરફ સહુએ વળવું જોઈએ—વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હાકલનો ઈન્ડિયન લાયન્સની ૨૩મી કોન્ફરન્સમાં  C.M.ના એડી.pro અને નેશનલ ઓર્ગેનાઇઝેશના ધરોહરનો પડ્યો પડઘો અને શ્રી પંડ્યાનો પડ્યો બોલ ઝીલતા મેમ્બર્સ-ડાયરેક્ટર્સ-સપોર્ટસએ  પાલન કર્યુ હતુ અને ગ્રીન ઇન્ડીયાનો સંકલ્પ કરતા હિતેષ પંડ્યાએ સૌ ને બિરદાવ્યા હતા

શું કહે છે સંસ્થા……આવો .જાણીએ

– ઈન્ડિયન લાયન્સ એક સ્વદેશી અને રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલી સંસ્થા છે. જે છેલ્લા 27 વર્ષથી ગુજરાતના વિવિધ શહેરો અને મહાનગરોમાં કાર્યરત છે. જેની 70 થી વધુ ક્લબો ગુજરાતમાં વિવિધ સેવાઓ કરે છે. આ સંસ્થા માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના વિચારોને સમર્પિત ૨૭ વર્ષ જૂની સંસ્થા છે. આ સંસ્થાનો હેતુ સમાજમાં રહીને સમાજના વંચિતોનો વિકાસ કરવાનો છે.

– સર્વિસ વિથ નેશનલ સ્પીરીટના મુદ્રાલેખ સાથે ઈન્ડિયન લાયન્સ ક્લબ વર્ષ દરમિયાન અનેક સેવાકીય કાર્યો કરે છે. આ સેવાકીય કાર્યોનો અનેક લાભાર્થીઓને લાભ મળતો હોય છે. ત્યારે આ સ્વદેશી સેવાકીય સંસ્થા ઈન્ડિયન લાયન્સની ૨૩મી નેશનલ કોન્ફરન્સ યોજાઈ અને ઇન્ડિયન લાયન્સના નેશનલ ચેરમેન તેમજ તેમની ટીમનો શપથ સમારોહ છોટીકાશી જામનગરના આંગણે તા. ૨૮ અને ૨૯ મે, એમ બે દિવસ સુધી યોજાયેલ. નગરના આંગણે સૌ પ્રથમ વખત યોજાયેલા આ પદગ્રહણ સમારોહ પર્યાવરણ થીમ પર આધારિત હતો. જેને લઈ શહેરમાં જાગૃતિ અર્થે રેલી પણ યોજાઈ હતી. જેમાં ગુજરાતના અલગ – અલગ શહેરોમાંથી આવેલી ઈન્ડિયન લાયન્સ સંસ્થાના લાયન્સ અને લાયોનેસ પોતાની ટીમ સાથે હાજર રહ્યા હતા. રેલી દરમ્યાન સંસ્થાના લાયન્સ અને લાયોનેસ પર્યાવરણ બચાવો જાગૃતિના સંદેશ સાથે ગરબે ઘુમ્યા હતા.

– ઈન્ડિયન લાયન્સના ચીફ પેટ્રન ઈ.લા. હિતેષભાઈ પંડ્યાએ કોન્ફરન્સને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઈન્ડિયન લાયન્સની ૭૦થી વધુ ક્લબો છે અને હજુ આ વર્ષે ૧૫૧ ક્લબ થાય અને વધુને વધુ લોકોની સેવા થઈ શકે તેવો આપણો નિર્ધાર છે. Green Warriors for Clean India, Green India ના સૂત્ર સાથે દરેક ક્લબ દ્વારા ૧૫૧ ક્લબના લક્ષ્ય સાથે ૧૫૧ વૃક્ષોનું વાવેતર કરી જતન કરવું જોઈએ. દરેક સભ્યોએ પોતાના સંપર્કમાં આવતા ખેડૂતને પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરે તે માટે પ્રયાસ કરવાનો છે. ધરતી આપણી માતા છે અને મા ને ઝેર પીવડાવાનું કામ આપણે નથી કરવાનું, ધરતી મા કેમિકલ મુક્ત થાય તે માટે દરેક સભ્યોએ મહેનત કરવાની છે. આપણું પાલન પોષણ આ ધરતી માતા કરે છે તો આપણે પણ ધરતી માતાનું ઋણ ચુકવવું જોઈએ. દરેક ગામમાં શક્ય એટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વધે તે માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. ગામેગામ જઈને ઈન્ડિયન લાયન્સ ક્લબે પ્રાકૃતિક ખેતી અને ગામનું પાણી ગામમાં જ સંગ્રહિત થાય અને એ જ પાણીથી ખેતી થાય એ સંદેશ આપવાનો છે. 

સમારોહને સફળ બનાવવા સંસ્થાના ચીફ પેટ્રન ઈ.લા. હિતેષભાઈ પંડ્યા અને ઈમિજિયેટ પાસ્ટ નેશનલ ચેરપર્સન ઈ.લા. આશાબેન પંડ્યા, અને ઈન્ડિયન લાયન્સના નેશનલ ચેરમેન ઈ. લા. અક્ષયભાઈ ઠક્કર, ઈ.લા. વનરાજભાઈ ગરૈયા (વાઈસ નેશનલ ચેરમેન), ઈ.લા. વિજયાબેન કટારીયા(નેશનલ સેક્રેટરી), ઈ.લા. સુરેશભાઈ કટારીયા(ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ), ઈ.લા. શોભનાબા ઝાલા (નેશનલ જોઈન્ટ સેક્રેટરી) તથા જામનગર ઈન્ડિયન લાયોનેસના પ્રણેતા અને કોન્ફરન્સના સંયોજક નિરૂપમાબેન વાગડીયા (પાસ્ટ નેશનલ સેક્રેટરી), ઈ. લા. હંસાબેન રાવલ (લાયોનેસ નેશનલ કન્વીનર), ઈ. લા. બીનાબેન બદિયાણી, ઈ.લા. કુમુદબેન પાઠક, ઈ. લા. નયનાબેન દવે, ઈ.લા. માલિનીબેન શાહ, ઈ. લા. આશાબેન જોશી, ઈ.લા. પ્રીતિબેન ઓઝા, ઈ.લા. પુષ્પાબેન આહિર, ઈ. લા. સુરેશભાઈ આહિર, અતુલભાઈ મહેતા, શ્રી રાજુભાઈ સિક્કાવાળા તથા કાર્યક્રમને સફળ બનાવવા નેશનલ ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી ઈ. લા. મૌલિકકુમાર આસોડિયા અને સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી તથા ઈન્ડિયન લાયન્સના ફાઉન્ડર અને મુરબ્બી એવા ઈ. લા. કૌશિકભાઈ બુમિયાનું માર્ગદર્શન મળી રહ્યું હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM