અમરેલી જીલ્લાના હોમગાર્ડ જવાનો ને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને રેસ્ક્યુ ટ્રેનિંગ આપવામાં આવી.- આગામી ચોમાસા ની ઋતુમાં હોમગાર્ડ જવાનો પણ રેસ્ક્યુ માં જોડાશે.

અમરેલી જીલ્લાના હોમગાર્ડ જવાનો ને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રીસર્ચ એન્ડ રેસ્ક્યું ટ્રેનિંગ (અપ સ્કેલિંગ આપદા મિત્ર) સ્કીમ બેચ નંબર ૦૬ ગોંડલ એસ.ડી.આર.એફ. ટ્રેનિંગ સેન્ટર ખાતે યોજાયેલ આ તાલીમમાં જિલ્લા હોમગાર્ડ દળ અમરેલીના હોમગાર્ડ જવાનોએ સફળતા તાલીમ પૂર્ણ કરેલ જેના પ્રમાણપત્રો ડિઝાસ્ટર શાખા કલેક્ટર કચેરી અમરેલી ડી.પી.ઓ. શ્રી ડિમ્પલબેન તેરૈયા દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા આ તકે અમરેલી જીલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ અશોકભાઈ જોષી સાહેબ, જીલ્લા હોમગાર્ડ ના પબ્લીક રિલેશન ઓફિસર અમીતગીરી ગોસ્વામી, હેડ ક્લાર્ક મન્સુરિભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન પ્રવીણ સાવજ દ્વારા કરવામાં આવ્યું હતું તેમ સ્ટાફ ઓફિસર જનસંપર્ક અમીતગીરી ની યાદી જણાવેલ છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *