સુરતખાતે મહાનગરપાલિકા ધ્વારા સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ

જફર શેખ – સુરત

રાજય સરકારશ્રી ધ્વારા અમલીકૃત અનેકવિધ લોકઉપયોગી યોજનાઓ પ્રવૃત્તિઓ તથા વહીવટ પ્રત્યે પ્રજાના પ્રશ્નોનું ન્યાયીક ચોકકસ તથા ઝડપી ઉકેલ આવે તેમજ રાજ્યના વહીવટમાં પારદર્શીતા વધે તે હેતુથી નાગરિકોની વ્યક્તિલક્ષી યોજનાઓનો સંલગ્ન વિભાગો ધ્વારા સ્થળ ઉપર જ ઉકેલ લાવી શકાય તે હેતુસર તા . ૦૪/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૯:૦૦ થી ૦૫:૦૦ કલાક દરમ્યાન સુભાષનગર કોમ્યુનીટી હોલ , ટી.પી -40 , સંજયનગર સર્કલ પાસે , સુભાષનગર , લીંબાયત , સુરતખાતે સુરત મહાનગરપાલિકા ધ્વારા આઠમાંતબકકાનો ત્રીજા ” સેવાસેતુ કાર્યક્રમ ” નું આયોજન કરવામાં આવેલ હતું . સેવાસેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે સેવાસેતુ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલ . ” સેવાસેતુ કાર્યક્રમ ” માં ઉપસ્થિત ઝોનલચીફ શ્રી આર.જે માકડિયાએઆવકાર પ્રવચન આપતા જણાવેલ કે રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા સંયુક્ત ઉપક્રમે સુરત શહેરમાં લીંબાયત , સુરત વિસ્તાર ખાતે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરેલ છે જેથીએકજ સ્થળેથી અનેકવિધ યોજનાઓનો લાભમેળવે એવું આહવાન કરવામાં આવ્યુ . સ્લમ ઈમ્પ્રુવમેન્ટસમિતિના અધ્યક્ષશ્રી દિનેશભાઈ પુરોહિત ( રાજપુરોહિત ) પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે લીંબાયતવિસ્તારમાં સેવાસેતુ કાર્યક્રમમાં ગરીબ લોકોના વિવિધ પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરવામાં આવશે.અને લોકો વધુમાં વધુ સેવાઓનો લાભ મેળવે તે માટે અપીલ કરવામાં આવી હતી . કાર્યક્રમમાં ઉપસ્થિત ગટર સમિતિના અધ્યક્ષશ્રી વિક્રમભાઈ પોપટ પાટીલએઉદબોધન કરતા જણાવ્યું હતું કેલીંબાયત વિસ્તારનાં લોકો સેવાસેતુ કાર્યક્રમ થકી વધુમાં વધુ લોકો સેવાઓનો લાભ મેળવે અને અન્ય નાગરીકોને લાભ અપાવે એવું આહ્વાન કરવામાં આવ્યું . કાર્યક્રમમાં ઉપસ્થિત માન . મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલાએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે સેવાસેતુના માધ્યમ થકી સરકારની વિવિધ સેવાઓનો ઘર- ઘર સુધી લાભ પહોચાડવાનો અભિગમ રહેલો છે . “ સેવાસેતુ કાર્યક્રમ ” એક સરકાર અને લોકો વચ્ચેનીકડી બની સમય અને નાણાનો બચત કરી લોકો સુધી સરકારશ્રી યોજનાઓ ખુબ સરળતાથી જરૂરિયાત મુજબ લાભ મળી રહે છે.મ્યુ.સદસ્યશ્રી ડો . નરેશભાઈ શાંતારામ પાટીલ દ્વારા આભાર વિધિ સંપન્ન કરવામાં આવી હતી , ધારાસભ્યશ્રી સંગીતાબેન પાટીલ તેમજજિવિવધ સિમિતના અધ્યક્ષશ્રીઓ અને મ્યુ.સદસ્યશ્રીઓએહાજર રહી લાભાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા . ” સેવાસેતુ કાર્યક્રમ ” માં વિવિધ વિભાગો જેવા કે મેહસુલ વિભાગ , સમાજ કલ્યાણ વિભાગ , જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર , સીટી સર્વે સુપ્રીટેન્ડન્ટ , સમાજ સુરક્ષા વિભાગ , પુરવઠા વિભાગ તથા સુરત મહાનગરપાલિકાના ગુમાસ્તા વિભાગ , વ્યવસાય વેરા વિભાગ , આકારણી / વસુલાત / પ્રોપર્ટી ટેક્ષ વિભાગ , આર.સી.એચ.વિભાગ , વિવિધ બેંકો વગેરે ધ્વારા દિવસ દરમ્યાન કુલ ૩૬૪૭ લાભાર્થીઓએ આવકનો દાખલો , ક્રીમીલેયર સર્ટી , પંચનામાં , ધાર્મિક લઘુમતી પ્રમાણપત્ર , વિધવા સહાય , વૃદ્ધ સહાય , જાતિના દાખલા , બાજપાઈ બેંકેબલ યોજના , માનવ કલ્યાણ યોજના , દિવ્યાંગ સર્ટી . , મા વાત્સલ્ય કાર્ડ જેવી વિવિધ રજૂઆતોનો સ્થળ પર નિકાલનો લાભ મેળવેલ . તે સંદર્ભે લોકો પણ ઘણી પ્રસન્નતાની લાગણી વ્યકત કરતા જોવા મળ્યા તેમજ એક જ સ્થળ પરથી રજુઆતોના નિકાલ માટેના આ ‘ સેવાસેતુ કાર્યક્રમના આયોજન બદલ વિસ્તારના રહીશો ધ્વારા ખુબ જ પ્રેરક પ્રતિસાદ મળેલ છે .

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM