પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપા સરકારના ૮ વર્ષ પૂર્ણ થયાના ઉપલક્ષ્યમાં મહાનગર ભાજપા દ્વારા મહિલા સંમેલન યોજાયું.

મહાલક્ષ્મી શ્લોક, પેથાપુર ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્ર સરકારની લોકકલ્યાણની યોજનાઓની લાભાર્થી બહેનો , સખીમંડળ તેમજ ભજનમંડળના બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી.

ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપા સરકાર ના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૮ વર્ષ પૂર્ણ થયાના ઉપલક્ષ્યમાં ભાજપા દ્વારા તા.૪ જૂન ૨૦૨૨, શનિવારે કેન્દ્ર સરકારની લોકકલ્યાણની યોજનાઓની લાભાર્થી બહેનો , સખીમંડળ તેમજ ભજનમંડળના બહેનોનું સંમેલન મહાલક્ષ્મી શ્લોક, પેથાપુર ખાતે યોજાયું હતું જેમાં બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને સૌએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશમાં થઈ રહેલી જનહિતની કામગીરીને બિરદાવી હતી. આ સંમેલનમાં મહાનગર ભાજપા પ્રમુખશ્રી ઋચિર ભટ્ટ, ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ત્રિદિવસીય રાજનૈતિક પ્રવાસે પધારેલ ગાંધીધામના પૂર્વ ધારાસભ્યશ્રી રમેશભાઈ મહેશ્વરી, મહામંત્રીશ્રીઓ શ્રી કનુભાઈ દેસાઈ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, મહાનગર મહિલા મોરચાના અધ્યક્ષા પ્રિયા પટેલ, મહિલા કોર્પોરેટરશ્રીઓ, મહાનગર ભાજપા મહિલા મોરચાની પદાધિકારી તેમજ કાર્યકર્તા બહેનો ઉપસ્થિત રહી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *