આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસ પાવન અવસર ઉપર ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા દ્વારા ઓનલાઇન કવિ સંમેલન યોજાયું

5જૂન 2022 રવિવારની સવારે 9.00 કલાકે ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા દ્વારા ઓનલાઇન હિન્દી કવિ સંમેલન નું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમના મુખ્ય અતિથિ ગુજરાત ગાંધીનગર મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. ગુલાબચંદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા . અતીથી વિશેષમાં છત્તીસગઢ થી સુનિલ દત્ત મિશ્રા ફિલ્મ એક્ટર ડાયરેક્ટરે હાજરી આપી હતી. બંને મહાનુભાવોનું શાબ્દિક આવકાર અધ્યક્ષ ડૉ. શૈલેષ વાણીયા શૈલ દ્વારા આવકાર સાથે બંનેનું પુષ્પગુચ્છ થી સ્વાગત પ્રિતી પરમાર પ્રીત દ્વારા દીપ પ્રાગટ્ય ઉપસ્થિત મહેમાન તથા કવિગણ દ્વારા સરસ્વતી વંદના સ્વાતિ જેસલમેર રાજસ્થાન દ્વારા. પર્યાવરણ દિવસ નું મહત્વ આરતી તિવારીની સનત દિલ્હી દ્વારા સમજાવવામાં આવ્યું હતું. વૃક્ષો વાવો જીવન બચાવો વૃક્ષ જીવન છે. ભાર પૂર્વક સુંદર રીતે સમજાવવામાં આવ્યું. વોટશોપ મંચ 257 થી ખીચોખીચ ભરેલો હતો. એકથી બઢકર એક સુંદર રચનાઓ કવિ મિત્રો દ્વારા રજૂ કરવામાં આવી હતી. 76 કવિ મિત્રોએ આ ઓનલાઇન કવિ સંમેલન ની અંદર પોતાની પ્રસ્તુતિ રજૂ કરી હતી પ્રમાણપત્ર તૈયાર કરનાર નિલેશ રાઠોડ નીલ ઉપાધ્યક્ષ નો આભાર તુરંત સુંદર ડિજિટલ પ્રમાણપત્ર ભાગ લેનાર કવિ મિત્રો ને આપવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન ડૉ. ગુલાબચંદ પટેલ જણાવે છે કે ફટાફટ ઓનલાઈન કવિ સંમેલન ની અંદર આજે જ્યારે સમયનો અભાવ છે ત્યારે સંસ્થા દ્વારા સુંદર કાર્ય થઈ રહ્યું છે. સંસ્થાના અધ્યક્ષ ડૉ. શૈલેષ વાણીયા શૈલ નો અંતકરણથી આભાર માનું છું કે તેઓ મને આજે બે શબ્દો બોલવા માટેનું આમંત્રણ આપ્યું. છત્તીસગઢ થી અતિથિ વિશેષ સુનિલ દત્ત જણાવે છે કે સંસ્થા સાથેનો મારો સંબંધ ખૂબ જ જૂનો છે. સુંદર કાર્યક્રમ બદલ ડૉ. શૈલેષભાઈનો હૃદયપૂર્વક આભાર માનું છું તેઓ એ આ પ્રસંગે મને માન આપ્યું વિવિધ હિન્દી ભાષી રાજ્ય જેવાંકે મહારાષ્ટ્ર. રાજસ્થાન. ગુજરાત. બિહાર. છત્તીસગઢ. ઓડિશા. ઉત્તર પ્રદેશ. હિમાચલ પ્રદેશ. પંજાબ. હરિયાણા. વગેરે રાજ્યોના કવિ મિત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમને અંતે આભારવિધિ મધુબેન રાઠોડ દ્વારા કરવામાં આવી હતી. રાષ્ટ્રગાન લતાબેન ચૌહાણ દ્વારા સમાપન બપોરે એક વાગ્યે. વંદે માતરમના જય નાદ સાથે છુટા પડ્યા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM