સર પી. ટી. સાયન્સ કોલેજ,મોડાસામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

રીપોર્ટ. ધાર્મિક ભટ્ટ અરવલ્લી

ધી મ.લા. ગાંધી ઉચ્ચ્તર કેળવણી મંડળ સંચાલિત સર પી. ટી. સાયન્સ કોલેજ,મોડાસા ના એન.એસ.એસ. અને એન.સી.સી. ના સંયુક્ત ઉપક્રમે તા. ૦૫ જુને  વિશ્વ પર્યાવરણ દિન ની ઉજવણીના ભાગ રૂપે કોલેજ કેમ્પસમા વ્રુક્ષો વાવી ઉજવણી કરવામાં આવી. જેમાં મંડળના ઉપપ્રમુખશ્રી સુભાષભાઈ  એમ. શાહ  તથા આચાર્યશ્રી ડૉ. કે.પી. પટેલ સાહેબ તથા એન.એસ.એસ કો-ઓર્ડીનેટર ડૉ. એચ.એસ. ખરાડી  અને ડૉ. એસ.એમ. દવે તથા એન.એસ.એસ. અને એન.સી.સી. નાં સ્વયંસેવક તથા કેડેટ્સ ઉપસ્થિત રહયા હતા. સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન માટે ધી મ.લા. ગાંધી ઉચ્ચ્તર કેળવણી મંડળ ના પ્રમુખશ્રી નવીનચંદ્ર આર. મોદી સાહેબે શુભેચ્છાઓ પાઠ્વી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *