સુરત મહાનગરપાલિકા દ્વારા ૫ મી જુન વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી

સુરત મહાનગરપાલિકા દ્વારા ૫ મી જુન વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી . ૫ જુન ‘ ‘ વિશ્વ પર્યાવરણ દિન ‘ ‘ ની ઉજવણી નિમિત્તે અંતર્ગત સાઉથ ઝોનમાં ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ ઉદ્યાન , મીરાનગર , સાઉથ ઝોન – અ ઓફીસ સામેનો આચાર્ય તુલસી માર્ગ , ઉધના , સુરત ખાતે સુ.મ.પા.ના પદાધિકારીશ્રીઓ– મા.મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલાના અધ્યક્ષ સ્થાને સ્થાયી સમિતિ અધ્યક્ષશ્રી પરેશભાઈ પટેલ , ગૃહનિર્માણ અને ઉદ્યાન સમિતિના અધ્યક્ષા શ્રીમતી રેશ્માબેન લાપસીવાલા , શાસકપક્ષ દંડકશ્રી વિનોદભાઈ પટેલ અને અન્ય મ્યુ.સભ્યશ્રીઓ તથા મહાનગરપાલિકાના અધિકારી / કર્મચારીઓની હાજરીમાં સવારે ૧૦:૦૦ કલાકે વૃક્ષારોપણ અને તુલસીના રોપાઓનું તેમજ વૃક્ષોના રોપાઓનું રોપા વિતરણ તથા રોપા ઉછેર તેમજ વિતરણ માટે વિવિધ ઝોન વિસ્તારમાં સુમન નર્સરીનું ૧.સાઉથ ઝોનમાં ટી.પી.નં. ૪૮ , એફ.પી.નં .૭૩ જીયાવ બુડીયા રોડ , સાંઈ સૃષ્ટિ એપાર્ટમેન્ટની બાજુમાં , ભેસ્તાન , ૨. સાઉથ ઈસ્ટ ઝોનમાં ટી.પી.સ્કીમ નં .૬૯ ( ગોડાદરા – ડીંડોલી ) , પ્લોટ નં.આર -૧૮ ડીંડોલી સ્વીમીંગપુલની બાજુમાં , ડીંડોલી અને ૩ . ન્યુ સરથાણા ઝોનમાં ટી.પી.નં .૨૪ ( મોટા વરાછા– ઉત્રાણ ) , ફા.પ્લોટ નં .૨૦૭ , આર -૫૬ સીએનજી પંપની પાસે , ઈટાલીયા હોસ્પિટલની પાછળ , શ્રીપદ રેસીડેન્સીની સામે , મોટાવરાછા ખાતે શુભારંભ કરવામાં આવેલ છે . ૫ મી જુન વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી નિમિતે કાર્યક્રમ સ્થળે કુલ ૩૫૦ નંગ વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાનું વૃક્ષારોપણ અને તુલસીના ૪૦૦ નંગ રોપાનું વિના મૂલ્યે વિતરણ તથા તમામ ઝોનમાં ૧૫૨૬ રોપાનું વૃક્ષારોપણ તેમજ રોપા પ્લાન્ટેશન અને તમામ ઝોનમાં સુરત મહાનગરપાલિકાની નર્સરી ખાતેથી નગરજનોને ૨૧૫૦ રોપાનું વિતરણ ” વિશ્વ પર્યાવરણ દિન ” ની ઉજવણી નિમિત્તે કરવામાં આવેલ હતું . ખાનગી સ્થળોએ વૃક્ષારોપણ કરવા માટે સુ.મ.પા. ની વેબસાઈટ http://smc.city/TreePlantation અને મોબાઈલ એપ પર નોંધણીનો પ્રારંભ કરવામાં આવેલ છે . જેનો નગરજનો મોટી સંખ્યામાં ભાગ લઈ ગ્રીન સુરત કેમ્પેઈનમાં જોડાવા જણાવવામાં આવે છે .

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM