ઝઘડિયા તાલુકાના વિવિધ ગામોમાં ધારાસભ્ય મયુરભાઈ રાવલે દેવતુલ્ય કાર્યકર્તાઓ સાથે બેઠક કરી

રિપોર્ટ : બીના પટેલ
રાજકીય પ્રવાસ અંતર્ગત ભરૂચ જિલ્લાના ૧૫૨- ઝઘડિયા વિધાનસભાના વિવિધ ત્રણ મંડળો પૈકી નેત્રંગ અને વાલિયા તાલુકા બાદ આજરોજ ઝઘડિયા તાલુકાના વિવિધ ગામોમાં ધારાસભ્ય મયુરભાઈ રાવલે દેવતુલ્ય કાર્યકર્તાઓ સાથે બેઠક કરી. આ પ્રસંગે વિધાનસભા પ્રભારી જનકભાઈ શાહ, જી.પં કારોબારી ચેરમેન પદ્માબેન વસાવા, જી.પં સભ્ય મહેન્દ્રસિંહ વાંસદીયા, તા.પં કારોબારી ચેરેમેન રિતેશભાઈ વસાવા, તા.પં સભ્ય ભાર્ગવભાઈ પટેલ, તાલુકા ભાજપ ઉપપ્રમુખ જગદીશભાઈ વસાવા, મહામંત્રી ભુપેન્દ્રસિંહ રાઠોડ, કેતનભાઈ દેસાઈ, તા.પં ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ, એપીએમસી ચેરમેન દીપકભાઈ પટેલ, સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ જયેંદ્રભાઈ વસાવા, તેમજ જીલ્લા/તાલુકા પંચાયત સભ્યો, સંગઠનના હોદ્દેદારો-કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *