નેચરોપેથી અને યોગ પરનાં રાષ્ટ્રીય સંમેલનનો ઉદ્ધાટન સમારોહ સંપન્ન
સુર્યા ફાઉન્ડેશન, ઈન્ટરનેશનલ નેચરોપેથી ઓર્ગેનાઈશન ૮યદફ૯ લીલાવતી નેચરકયોર એન્ડ યોગ રીસર્ચ સેન્ટર, લાખાબાવળ દ્વારા આયોજીત, ગુજરાત યોગ બોર્ડનાં સહયોગથી તેમજ આયુષ મંત્રાલય, કેન્દ્ર સરકારનાં સહકારથી ''આઝાદીનાં અમૃત મહોત્સવ'' ની ઉજવણીનાં ભાગરૂપે કુંવરબાઈ જૈન ધર્મશાળા, જામનગર ખાતે નેચરોપેથી અને યોગ અંગેનાં ત્રિદિવસીય સેમીનાર તા. ર૮–ર૯–૩૦ મે નાં રોજ યોજાઈ ગયો. જેનો ઉદ્ધાટન સમારોહ તા. ર૮/પ/ર૦રરનાં રોજ યોજવામાં આવેલ હતો. સેમીનારનું ઉદ્ધાટન મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટયથી આધ્યાત્મિક શ્લોકોનાં ઉચ્ચારણ સાથે કરવામાં આવ્યું. ત્યારબાદ લીલાવતી નેચરકયોર એન્ડ યોગ રીસર્ચ સેન્ટરનાં ચેરમેન અને ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી શ્રી રમણીકલાલ શાહ તથા ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટનાં ચેરમેનશ્રી કાંતિલાલ હરીઆ કે જેઓ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. તેમના વતિ મહાનુભાવોનું શાબ્દીક સ્વાગત કરતા તેમણે જણાવ્યું કે ર૦૧રમાં આજ પ્રકારનાંં સેમીનારનું આયોજન આ જ સ્થળે કરવામાં આવેલ હતું. ત્યારે કહયુ હતુ કે, આવો જ સેમીનાર અમે કરશું જે સંકલ્પ આજે પુર્ણ થયેલ છે. તેઓએ જણાવ્યું કે તેઓ તથા તેમનાં ધર્મપત્ની લીલાવતીબેન કે જેઓનાં નામે નેચરકયોર સેન્ટર સ્થાપીત થયેલ છે તેઓે ગુજરાત સ્થીત વિવિધ નેચરોપેથી સેન્ટરની મૂલાકાત લીધેલ હતી. અને તેમાંથી સ્વ. લીલાવતીબેનને આવું નેચરકયોર સેન્ટર, જામનગરમાં પ્રસ્થાપીત કરવાની ઈચ્છા વ્યકત કરી હતી. અને આજે આ સેન્ટર છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત છે. ત્યારબાદ મહાનુભાવોને પુષ્પગુચ્છ, શાલ ઓઢાડી અને મોમેન્ટો દ્વારા આવકારવામાં આવ્યા હતા. સેમીનારને અનુરૂપ ઓશવાળ યુથ ટુ ડે એન્ડ ટુમોરો મેગેઝીનનાં નેચરોપેથી વિશેષાંકનું મહાનુભાવોનાં હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. ઉદ્ધાટન સમારોહનું મુખ્ય આકર્ષણ ગુજરાત રાજયનાં મહામહીમ રાજયપાલ આચાર્યશ્રી દેવવ્રતજી કે જેઓ અતિવ્યસ્તતા હોવા છતાં સેમીનાર માટે સમયની ફાળવણી કરી ઈલેકટ્રોનીક મીડીયમનાં માધ્યમથી નેચરોપેથી અંગેની વિસ્તૃત માહિતી આપેલ હતી. તેમણે કહયું કે, હવે કુદરતી સારવાર જ સરળ ઉપચાર છે. લોકો એલોપેથીમાંથી નેચરોપેથી તરફ આકર્ષીત થયા છે. નેચરોપેથીમાં દવારહીત સારવાર કરવામાં આવે છે. તેમણે પોતાનો જ અનુભવ કહેતાં જણાવ્યુ કે તેમને અલ્સટેરીવ કોલાઈટીશની ગંભીર બીમારી થયેલ હતી. એલોપેથી, આર્યુર્વેદિક એવી દરેક પધ્ધતિથી સારવાર લીધેલ. છેલ્લે નેચરોપેથી સારવારથી આજે સ્વસ્થ છું. તેમણે વધુમાં કહયું કે, યોગ અને નેચરોપેથી સંપુર્ણ વિશ્વને ભારત તરફથી એક અનોખી ભેટ છે. કુદરતી સારવાર સહજ અને સરળ છે. જયાં આધુનીક સારવાર સાબીત ન થઈ ત્યાં યોગ આર્યુવેદ અને નેચરોપેથીનો પ્રયોગ થયો. માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં આયુષ મંત્રાલય દ્વારા અનેક યોજનાઓનો પ્રારંભ થયો છે.જેમાં જામનગરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડીસીનનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર શરૂ થવાનું છે. તેમણે જણાવ્યું કે તેઓ કોઈ પધ્ધતિનાં વિરોધી નથી પરંતુ એલોપેથીમાં ઓપરેશન સંપુર્ણ રીતે સહયોગ કરે છે પરંતુ સ્વાસ્થ્ય માટે દવાઓનો સવાલ છે તે સંપૂર્ણ રીતે કેમીકલ થી બને છે. જયારે આપણું શરીર પંચતત્વોથી બનેલું છે તો તેમની સારવાર પણ પંચતત્વોથી થવી જોઈએ. પ્રાકૃતિક સારવારની સાથે સાથે પ્રાકૃતિક ખેતી પણ એટલી જ મહત્વની છેે. જે માટે ખેડુતભાઈઓ હવે તે પધ્ધતિ તરફ વળી રહયા છે. આયુષ મંત્રાલયનાં સભ્યશ્રી અને ઈન્ટરનેશનલ નેચરોપેથી ઓર્ગેનાઈઝેશનનાં અધ્યક્ષશ્રી અનંત બીરાદરે આહવાન કર્યું કે લોકોનાં સ્વાસ્થ્ય માટે નેચરોપેથીનાં જ્ઞાન અને તેનાં લાભાલાભ ઘર ઘર સૂધી પહોંચાડવાની આવશ્યકતા ઉપર ભાર મુકેલ હતો. આઈ.એન.ઓ. ત્રીસ વર્ષથી આ દિશામાં કાર્ય કરી રહી છે. તેઓશ્રીએ ગજરાત સરકારને વિનંતી કરી કે યોગ – નેચરોપેથીનાં વિકાસ માટે નેચરોપેથી યોગ કાઉન્સીલીંંગનું ગઠન કરવામાં આવે. ગુજરાત રાજય યોગ બોર્ડનાં ચેરમેન શ્રી શીશપાલસિંહ રાજપુતે જણાવ્યું કે ગુજરાત સરકાર તરફથી ગુજરાત યોગ બોર્ડનું ગઠન થયે અઢી વર્ષ થઈ ચૂકયા છે. અને અત્યાર સુધી ૬પ,૦૦૦ થી વધુ લોકો યોગ ટ્રેનર બન્યા છે. સમગ્ર ગુજરાતમાં ૭પ૦થી વધારે યોગ કોચની નીમણુક કરવામાં આવી છે. આગામી દિવસોમાં ૧,૦૦,૦૦૦ યોગ ટ્રેનર બનાવવાનો લક્ષ્યાંક છે. આ સેમીનારમાં ઈન્ટરનેશનલ નેચરોપેથી ઓર્ગેનાઈઝેશનનાં અધ્યક્ષ ડો. જીતુભાઈ પંચાલ, યદફ , સોૈરાષ્ટ્રનાં અધ્યક્ષ શ્રી અમરજીતસિંહ આહલુવાલીયા, ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટનાં માનદ મંત્રી અને ટ્રસ્ટીશ્રી ચંદુલાલ શાહ, ટ્રસ્ટી શ્રી કેશવજીભાઈ ગોસરાણી, ટ્રસ્ટી ડો. ભરતેષ કે. શાહ, ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત વિવિધ મેનેજમેન્ટ કમીટીનાં સભ્યશ્રીઓ જેમાં ડો. અર્પણ ભટ્ટ, શ્રી રસીકભાઈ શાહ, શ્રી બીપીનભાઈ ઝવેરી, શ્રીમતી શીતલબેન સાવલા, શ્રીમતી કલાબેન શાહ, શ્રીમતી સુર્યાબેન શાહ, સ્કુલ / કોલેજનાં પ્રિન્સીપાલશ્રીઓ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આમંત્રિતો તથા સેમીનારમાં ભાગ લેનાર ટ્રેનર, સ્પીકર્સ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા. તા. ર૯ મેના રોજ સેમીનારમાં ડો. વલ્લભભાઈ કથીરીયા – પ્રેસીડેન્ટ, નેશનલ કમીશન ફોર કામધેનુ, ભારત સરકાર તથા શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા – માનનીય ધારાસભ્યશ્રી, જામનગર ઉપસ્થિત રહયા હતા. શ્રી અનંત બિરાદર દ્વારા ડો. વલ્લભભાઈ કથીરીયાનું તથા શ્રી રમણીકભાઈ શાહ દ્વારા શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનું પુષ્પગુચ્છ, શાલ, બુકે તથા મોમેન્ટો દ્વારા સ્વાગત કરવામાં આવેલ. અંતમાં મંચસ્થ મહાનુભાવો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા તનતોડ મહેનત કરનાર ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટ તથા યદફ નાં પ્રતિનિધીઓને પ્રશસ્તિ પ્રમાણપત્ર આપી તેઓનું અભિવાદન કરવામાં આવેલ તથા સેમિનારમાં ભાગ લીધેલ તમામ લોકોને પણ સર્ટીફીકેટ વિતરણ કરવામાં આવેલ. તા. ૩૦ મે ના રોજ સેમિનારમાં ઉપસ્થિત લોકોને 'લીલાવતી નેચરકયોર એન્ડ યોગ રીસર્ચ સેન્ટર' , લાખાબાવળની મુલાકાતે લઈ જવામાં આવેલ. ત્યાં લોકોને સેન્ટર વિશે માહિતી આપવામાં આવેલ તથા તેઓનાં દ્વારા ઉદ્ભવતા પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવેલ. અંતમાં ૃદબ્ત્ગ્ચ્:ઉબ્ત્ઝથ્ ય્( ત્ઝભ્ ખ્ભ્(ત્ ત્ચ્ભ્બ્ત્?ભ્દ્યત્ણ્ૃવિશે અનુભવી પ્રેકટીસકર્તાઓ દ્વારા ચર્ચા કરવામાં આવેલ. આમ, ત્રિદિવસીય સેમિનારમાં દેશનાં અલગ અલગ વિસ્તારમાંથી લગભગ ૩પ૦ જેટલા લોકોએ ભાગ લીધેલ હતો.