2019 પછી નોંધાયેલ ખેડ઼ૂતોને કિસાન સન્માન યોજનાનો લાભ મળે તે માટે પોર્ટલમાં સુધારો કરવાની સંસદ સભ્ય શ્રીમતી શારદાબહેન પટેલ દ્વારા રજૂઆત કરાઇ.

રિપોર્ટ.. ડેવિડ પટેલ.

હેસાણા જિલ્લામાં તેમજ ગુજરાતમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના ખેડૂતો માટે આશિર્વાદ રૂપ બની છે. વાર્ષિક રૂપિયા 06 હજાર ખેડૂતના ખાતામાં સીધા જમા થાય છે. આ રકમથી ખેડૂત ખેતી માટે બિયારણ સહિત ખેત ઉપયોગી કામો માટે રકમ ખર્ચ છે.મહેસાણા જિલ્લાના 278,350 ખેડૂતોના ખાતામાં વાર્ષિક રૂપિયા 06 હજાર જમા થાય છે.આ ઉપરાંત જિલ્લા સહિત રાજ્ય અને દેશમાં અનેક ખેડૂતોને આ યોજનાનો સીધો ફાયદો મળે છે. સંસદ સભ્ય શ્રીમતી શારદાબહેન પટેલે જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રીશ્રીએ ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં વિવિધ યોજનાઓ અમલી બનાવી છે.કિસાન સન્માન નિધિ યોજનાએ ખેડૂતોને સન્માન આપ્યું છે.તેમણે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રીશ્રીએ રાષ્ટ્રને સમગ્ર વિશ્વમાં ગૌરવ અપાવ્યુ છે. સૌના સાથ,સૌના વિકાસ અને સૌના પ્રયાસથી દેશ પ્રગતિના સર કરી વિશ્વગૂરૂ બનવા જઇ રહ્યો છે. સંસદ સભ્ય શારદાબહેન પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોના હિતમાં વર્ષ 2019 પછી વારસાઇ,વેચાણ કે અન્ય રીતે અનેક ખેડૂત ખાતામાં નામ આવેલ છે પરંતુ તેઓને કિસાન સન્માન નિધિ યોજનાના પોર્ટલમાં વર્ષ 2019 સુધીના ખેડૂતોની વિગતોનો સમાવેશ કરેલ હોવાથી નવીન ખેડૂતોને આ યોજનાનો ફાયદો મળતો નથી. હમેશાં ખેડૂતોના હિતમાં પોતાનું હિત જોવા વાળા સંવેદનશીલ સંસદ સભ્ય શ્રીમતી શારદાબહેન પટેલે પ્રધાન મંત્રી કિસાન પોર્ટલમાં વિગતો અપડેટ કરવા પ્રધાનમંત્રીશ્રીએ અપીલ કરી હતી. સસંદ સભ્ય શારદાબહેન પટેલે પ્રધાનમંત્રીશ્રીને પત્ર લખી આ સોફ્ટવેર અપડેટ માટે સૂચના આપવા અપીલ કરી હતી જેનાથી દેશના અનેક ખેડૂતોને ફાયદો મળનાર છે.


તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *