

રિપોર્ટ : બીના પટેલ
ભરૂચ જિલ્લાના રાજકીય પ્રવાસના અંતિમ દિવસે ૧૫૨-ઝઘડિયા વિધાનસભાના વિવિધ ત્રણ મંડળો નેત્રંગ, વાલિયા અને ઝઘડિયા તાલુકાના દેવતુલ્ય કાર્યકર્તાઓ સાથે સંવાદ કરી ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલે આ યાત્રામાં સહભાગી થનાર તમામ અગ્રણીઓનો આભાર માન્યો. રાજ્ય અને કેન્દ્ર સરકારની માળખાકીય જનસુખાકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી વિસ્તારમાં થયેલા વિકાસના કાર્યો વિશે અવગત કર્યાં. આ પ્રવાસ દરમિયાન વિધાનસભા પ્રભારી જનકભાઈ શાહ, વિધાનસભામાં આવતી તમામ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ , ત્રણેય મંડળોના સંગઠનના પ્રમુખ-મહામંત્રી સહિત તમામ હોદ્દેદારો, પદાધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સહભાગી થયાં હતાં.

