રમેશભાઈ ઠકકર 72માં જન્મદિવસ ની ઉજવણી એ રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવિયું.

સોરાષ્ટ્રાની ધરતી પરના બોતેર વર્ષના રમેશભાઈ ઠકકર જેમને તેમના 72માં જન્મદિવસ ની ઉજવણી ખુબ સરસ રીતે કરી. 10 જગીયા એ રક્તદાન શિબિર નું આયોજન નક્કી કરવામાં આવિયું. તેમાંથી પાચ જગિયાએ અગિયારસો યુનિટ લોહી ભેગુ કરવાની ધારણા હતી. પણ છસોજ યુનિટ લોહીના ભેગા થયા છે. બાકીના બીજી પાચ શિબિરમાં 500 યુનિટ ભેગા કરવાની નેમ છે. તેમજ તેમના અને મિત્રોના સહકારથી શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ની પરિયાવર્ણ ની વાતો થી પ્રભાવિત થઈ ને અતિયાર સુધી પચાસ હજાર વૃક્ષો નું (૫૦,૦૦૦) આયોજન કરવામાં આવેલ છે. અને ટૂંક સમયમાં બીજા (૫૦,૦૦૦) પચાસ હજાર વૃક્ષો નું આયોજન કરવાનું નક્કી કરેલ છે. રમેશભાઈ દ્વારા રાજકોટમાં આવેલી શ્રીજી ગૌશાળામાં 1800થી વધુ ગાયો ને આશરો આપવામાં આવેલ છે. તેમજ અલગ અલગ જગ્યાએ અન્ય ગૌશાળામાં ઘાસચારાની વ્યવસ્થા સાથે સાથે કચ્છના રાપર જિલ્લાના ખંદેક (khandek), આડેસર, પલાળવા (palasva,) નાગપુર, લોદ્રાની (lodrani) વેણુ ગામે અને રાજકોટ આવેલ ગાયોને રતનપર મંદિર પાસે, ન્યારા નજીક જામનગર રોડ પર પશુ પાલકો ની ગાયો માટે ઘાસચારા ની વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રસ્તા પર ના અબોલ જીવો ની સારવાર માટે દસ એમ્બ્યુલન્સ દ્વારા, બે ઇન્ડોર હોસ્પિટલ માં સારવાર માટે દાખલ કરવામાં આવે છે. રમેશભાઈ, ધીરુભાઈ, પ્રતિકભાઈ અને અન્ય ટ્રસ્ટીઓ આ બધા કાર્ય માટે દિવસ રાત જોતા નથી. એમનું એકજ લક્ષ છે ગોવંશ બચાવો તો સમગ્ર સૃષ્ટિમાં શાંતિ ની વ્યવસ્થા જળવાઈ રહેશે. રમેશભાઈ ઠકકર શ્રી જી ગોશાલા ના ટ્રસ્ટી છે અને દિવસ રાત જોયા વગર અખંડ રીતે માનવતા અને અબોલ મૂંગા જીવોનું કાર્ય કરે છે. જે એક નોંધનીય વાત છે.

મનીષભાઈ શાહ
મુંબઈ બ્યુરો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *