મોરબી ખાતે વાલ્મિકી સમાજની 14 દીકરીઓનું સમૂહ લગ્ન યોજાયું

રિપોર્ટ :-મહેશ સિંધવ

ગુજરાત રાજ્યના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઇ મોદી સાહેબ કાયમ સામાજિક સમરસતા માટે સમાજને અને કાર્યકર્તાઓને આહવાન કરતા હોય છે ત્યારે મોરબી ખાતે વાલ્મિકી સમાજની 14 દીકરીઓના સમૂહ લગ્ન નિમિત્તે બોટાદ જિલ્લાના પ્રભારી અને મોરબી નગરપાલિકાના કાઉન્સિલર મંજુલાબેન દેત્રોજા તરફથી 14 દીકરીઓને ચૌદ સાડી આપીને કન્યાદાન કરવાનો લાભ લીધો હતો.અને સાથે સાથે સામાજિક સમરસતા અન્ન ભેગા એના મન ભેગા રહે અને નાતજાતના ભેદભાવ મિટાવીને સૌ એક જ ઈશ્વરના સંતાન છીએ એ માટે બોટાદ જિલ્લાના પ્રભારી મંજુલાબેન દેત્રોજાએ અનુસુચિત જાતિના 35 ભાઈઓ બહેનો ને ઘરે આમંત્રિત કરીને સૌએ સાથે રસોઈ બનાવીને સાથે ભોજન કર્યું હતું અને સૌ બહેનોને સાડી અને ભાઈઓને શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.બાળકોને રમકડાં આપીને ખુશ કર્યા હતા…

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *