દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લા સહિત ૭ જિલ્લાઓમાં આગામી સમયમાં વિવિધ બેન્કોની નવી ૬૬ જેટલી શાખાઓ ATM સુવિધા સાથે કાર્યરત કરવામાં આવશે -કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રીશ્રી ડૉ.ભાગવત કારડ

કેન્દ્રિય નાણાં વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ડૉ. ભાગવત કારડે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે કેન્દ્ર સરકાર દ્વારા અમલી વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓ અંતર્ગત દક્ષિણ ગુજરાતની વિવિધ બેન્કો અને નાણાંકીય સંસ્થાઓ સાથે યોજાયેલ બેઠકમાં બેન્કો દ્વારા કેન્દ્રીય વિવિધ યોજનાઓમાં થયેલી કામગીરી-પ્રગતિ અંગે આકડાકીય જાણકારી શ્રી કારડે વિસ્તૃત સમીક્ષા કરી હતી. ભરૂચના સાંસદશ્રી મનસુખભાઇ વસાવા, જિલ્લાના અગ્રણી અને નર્મદા સુગર ફેક્ટરી તથા દૂધધારા ડેરીના ચેરમેનશ્રી ઘનશ્યમાભાઇ પટેલ, SLVC ના કન્વીનરશ્રી મહેશ બંસલ, બેન્ક ઓફ બરોડાના રિજિયોનલ મેનેજરશ્રી સંજીવ આનંદ, SBI ના વિભાગીય વડાશ્રી સૌરભ શર્મા, BOB ના ડેપ્યુટી જનરલ મેનેજરશ્રી ભવાનીસિંહ રાઠોડ, વિવિધ બેન્કોની વિવિધ શાખાના મેનેજરશ્રીઓ, લીડ બેન્ક મેનેજરશ્રીઓ વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રીશ્રી ભાગવત કારડે દક્ષિણ ગુજરાતના નર્મદા અને ડાંગ જિલ્લામાં બેન્કીંગ સેવાઓ વધુ સઘન બનાવવા આગામી તા.૧ લી થી તા.૧૫ મી જુલાઈ, ૨૦૨૨ દરમિયાન ફાઈનાન્સિયલ ઈન્ક્લુઝન અને ફાઈનાન્સિયલ લીટરસી સહિત કેન્દ્રીય વિવિધ યોજનાઓ સંદર્ભે વિશેષ જનજાગૃત્તિ ઝુંબેશ હાથ ધરીને જરૂરિયાતમંદ લોકોને ઉક્ત યોજનાઓના મહત્તમ લાભ મળી રહે તે જોવાની બેન્કોનોને મંત્રીશ્રીએ સૂચના આપી હતી. કેન્દ્રિય મંત્રીશ્રી ડૉ. ભાગવત કારડે બેઠકમાં ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લા સહિત ૭ જિલ્લાઓમાં આગામી સમયમાં વિવિધ બેન્કોની નવી ૬૬ જેટલી શાખાઓ ATM સુવિધા સાથે કાર્યરત કરવામાં આવશે. દક્ષિણ ગુજરાતમાં સમાજના છેવાડાના આદિવાસી વિસ્તારના લોકો માટે બેન્કીગ સેવાઓ વધુ સુદ્રઢ બનશે. નાબાર્ડ બેન્કને આ વિસ્તારનાં વિકાસમાં પણ વધુ યોગદાન મળી રહે તેવી મારી સૂચના મંત્રીશ્રીએ આપી હતી. આ બેઠકમાં કેન્દ્રિય રાજ્યમંત્રી મંત્રીશ્રી ડોક્ટર કારડે દક્ષિણ ગુજરાતમાં સમાવિષ્ટ નર્મદા, ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, તાપી અને વલસાડ જિલ્લામાં કાર્યરત જાહેરક્ષેત્ર, ખાનગી ક્ષેત્રની વિવિધ બેન્કો તેમજ વિવિધ નાણાંકીય સંસ્થાઓ દ્વારા વડાપ્રધાનશ્રીની પ્રધાનમંત્રી જન ધન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા યોજના, અટલ પેન્શન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, મુદ્રા યોજના, સ્ટેન્ડઅપ યોજના, ECLGA યોજના, પ્રધાનમંત્રી એમપ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ, પ્રધાનમંત્રી સ્વનિધી અને સ્વસહાય જૂથ વગેરે જેવી યોજનાઓ અંતર્ગત થયેલી કામગીરી અને હાંસલ કરેલી સિદ્ધિઓ અંગે વિસ્તૃત છણાવટ સાથેની સમિક્ષા કરવા ઉપરાંત આ સંસ્થાઓની ડિપોઝિટ અને એડવાન્સીસ, સીડી, રેશિયો વગેરેની પણ વિસ્તૃત સમિક્ષા કરી મંત્રીશ્રીએ જે-તે યોજનાના સઘન અને અસરકારક અમલીકરણ માટે  જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડ્યુ હતું.
કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી ડૉ. કારડે પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત જિલ્લા પ્રસાશન ના સંકલનમાં રહીને ૧૮ વર્ષથી વધુ વયના લોકોના નવા જનધન ખાતા ખોલવા ઉપરાંત પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના આવરી લેવા ઉપરાંત રૂપે (RU-PAY) કાર્ડ પૂરા પાડવા પણ બેન્કર્સને ખાસ સૂચના આપી હતી. આ બેઠકમાં ચર્ચા દરમિયાન સમાજના છેવાડાના માનવી સુધી બેન્કિંગ સેવાઓનો લાભ મહત્તમ રીતે પહોંચે તે માટે બેન્કર્સ તરફથી મંત્રીશ્રીએ રચનાત્મક સૂચનોને આવકાર્યા હતા.
પ્રારંભમાંશ્રી મહેશ બંસલે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા. અને અંતમાં શ્રી રાજેશ કુમારસિંધે આભારદર્શન કર્યું હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM