મુન્દ્રા તાલુકા નદીના પટમાં ખરાબાની જગ્યામાં ૭૫ એકર જમીનમાં ૧૮૯૦૦ વૃક્ષોનું વાવેતર કરાયું

મુન્દ્રા તાલુકાનું ૧૧૦૦ની વસ્તી ધરાવતું ગામ વિરાણીયા ગામ જયાં ગત વર્ષે વન વિભાગ અને પંચાયત વિભાગના સંયુક્ત ઉપક્રમે ગામના ગંદા ગટરના પાણીનો ઉપયોગ કરીને નદીના પટમાં ખરાબાની જગ્યામાં૭૫ એકર જમીનમાં ૧૮૯૦૦ વૃક્ષોનું વાવેતર કરાયું હતું.  પણ ખાલી વૃક્ષો વાવી દેવાથી આપણે પર્યાવરણ પ્રત્યેની જવાબદારી પૂર્ણ નથી થતી.આ વૃક્ષોને જરૂર હોય છે જતન, સાર-સંભાળ સાથે ઉછેરની અને આ કામ ગામના જાગૃત નાગરિકોએ કરી બતાવ્યું છે.આ સંભવ છે તેની સંપૂર્ણ જવાબદારી ગ્રામ પંચાયત દ્વારા લેવામાં આવી છે .વૃક્ષને સમયસર પાણી અને ખાતર મળી રહે તેની યોગ્ય સંભાળ લેવાય તેની હાલે સંપુર્ણ જવાબદારી ગ્રામ પંચાયત દ્વારા યુવાનોએ ઉઠાવી છે. હાલ આ જ્ગ્યા પર ગ્રામજનો અને પ્રવાસીઓ માટે એક વનકુટિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. વન કુટિરથી એક વર્ષની અંદર સમગ્ર વિસ્તારનો જાણે કાયાકલ્પ  થઈ ગઈ હોય એમ  જોઈ શકાય છે. પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારી સમજીને ગ્રામજનો આ કાર્યમાં જોડાયા છે. આ વિસ્તારમાં આ કાર્ય ઉદાહરણરૂપ બની રહે એવા સરીગામના સહિયારા પ્રયાસથી ગયા વર્ષે તારી વૃક્ષારોપણ અને થઈ રહ્યું છે એમ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી શક્તિસિંહસિંહ જાડેજા જણાવે છે

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM