ખેડા જિલ્લાના ઠાસરા વિધાનસભા ના સેવાલીયા ખાતે ગરીબ કલ્યાણ સંમેલન કાર્યક્રમ યોજવામાં આવ્યો

માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકારના 8 વર્ષ સેવા,સમર્પણ,સુશાસનની ઉજવણીના ભાગરૂપે ખેડા જિલ્લાના ઠાસરા વિધાનસભા ના સેવાલીયા ખાતે આવેલ કચ્છી સમાજની વાડીમાં આજ રોજ ગરીબ કલ્યાણ સંમેલન કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં દેવુસિંહ ચૌહાણ કેન્દ્રીય સંચારમંત્રી શ્રી,અર્જુન સિંહ ચૌહાણ મંત્રી શ્રી ગુજરાત સરકાર,નૈનાબેન પટેલ, ગુજરાત પંચાયત પરીસદ, તથા ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી, જહાનવીબેન વ્યાસ મંત્રી ગુજરાત પ્રદેશ, વિપુલભાઈ પટેલ પ્રમુખ ખેડા જિલ્લા સંગઠન પ્રમુખ ,યુવા અને સરળ વ્યક્તિત્વ યોગેન્દ્રસિંહ પરમાર એપીએમસીના ચેરમેન,લોક સેવક શ્રી વિમલ ભાઈ ઉપાધ્યાય,બિન અનામત આયોગ વાઈસ ચેરમેન, ગળતેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નમ્રતા બેન પટેલ સહિતના ભાજપના હોદ્દેદારો સાથે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી
આ કાર્યક્રમમાં દેવુસિંહ ચૌહાણ દ્વારા ૮ વર્ષમાં ભાજપ સરકારના કામો અને અગાઉની સરકારના કામોમાં કેટલો તફાવત છે તેનાથી માહિતગાર કરવામાં આવ્યા સર્જીકલ સ્ટ્રાઈક,૩૭૦ ની કલમ,કોરોનાકાળમાં ઝડપી વેકસીનની શોધ કરી વેકસીનેસન કરવામાં ભાજપ સરકાર સફળ રહી છે ૨૦૧૪ પહેલા ૫૦ કરોડ ફેમિલીમાંથી માત્ર ૬ લાખ ફેમિલી પાસે બેન્ક એકાઉન્ટ હતા ૨૦૧૪ પછી ૨૦૨૨ સુધી તમામ ફેમિલીમાં મોદી સરકારે બેંક એકાઉન્ટ ખોલાવી ખેડૂત હોય કે ગરીબ દરેકને પોતાના લાભ પોતાના બેન્ક એકાઉન્ટમાં આપવામાં આવે છે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ખેડા જિલ્લામાં ઠાસરા વિધાનસભા સહિતની તમામ વિધાનસભામાં ભાજપનો ભગવો લહેરાશે

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM