શ્રી જડસા પ્રાથમિક શાળાના શિક્ષકનું ગુજરાત રાજ્યના કેબિનેટ કક્ષાના શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના વરદ્ હસ્તે સન્માન થયું.

          જી.સી.ઈ.આર.ટી. અને જી.આઈ.ઈ.ટી.ના સંયુક્ત ઉપક્રમે ઉનાળા વેકેશન દરમિયાન  ગુજરાત રાજ્યના સ્થાપના દિવસથી વિશ્વ પર્યાવરણ દિવસ સુધી ઑનલાઈન માધ્યમથી 'ગ્રીષ્મોત્સવ-૨૦૨૨'નું આયોજન કરવામાં આવ્યું હતું. 'ગ્રીષ્મોત્સવ-૨૦૨૨'નો સમાપન સમારોહ ટાગોર હૉલ, પાલડી - અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો હતો.       'ગ્રીષ્મોત્સવ-૨૦૨૨' ના સમાપન સમારોહમાં ગુજરાત રાજ્યના કેબિનેટ કક્ષાના શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, જી.સી.ઈ.આર.ટી. અને જી.આઈ.ઈ.ટી.ના નિયામક શ્રી ડૉ.પી.એ.જલુ સાહેબ, જી.સી.ઈ.આર.ટી.ના પૂર્વ નિયામક શ્રી ટી.એસ.જોશી સાહેબ, રાજ્ય પરીક્ષા બૉર્ડના અધ્યક્ષ શ્રી પ્રકાશ ત્રિવેદી સાહેબ, અમદાવાદના મેયર શ્રી કિરીટ પરમાર સાહેબ તથા શિક્ષણ વિભાગના અધિકારીઓ હાજર રહ્યાં હતાં. 'ગ્રીષ્મોત્સવ -૨૦૨૨'ના સમાપન સમારોહમાં ગ્રીષ્મોત્સવની વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા બાળકો, ચિત્રકલા મહોત્સવના વિજેતા બાળકો, જુદાં જુદાં જિલ્લાના વિદ્યાવાહકો અને  રાજ્ય પરીક્ષા બોર્ડના જુદાં જુદાં જિલ્લાના નોડલ ઓફિસરનું સન્માન કરવામાં આવેલ.  
         'ગ્રીષ્મોત્સવ-૨૦૨૨' સમાપન સમારોહમાં કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના અંતરિયાળ જડસા ગામની શ્રી જડસા પ્રાથમિક શાળાના ભાષા શિક્ષક તથા જી.આઈ.ઈ.ટી. વિદ્યાવાહક શ્રી નરેન્દ્ર મણિલાલ કાલરિયાનું ગુજરાત રાજ્યના કેબિનેટ કક્ષાના શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના વરદ્ હસ્તે ટાગોર હૉલ, પાલડી-અમદાવાદ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના કેબિનેટ કક્ષાના શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના વરદ્ હસ્તે સન્માન પ્રાપ્ત કરીને શ્રી નરેન્દ્ર મણિલાલ કાલરિયાએ કચ્છ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.  
        ડાયટ-ભુજના પ્રાચાર્ય શ્રી સંજયભાઈ ઠાકર સાહેબ તથા લેક્ચરર શ્રી અશ્વિન સુથાર સાહેબે શ્રી નરેન્દ્ર મણિલાલ કાલરિયાને શિક્ષણમંત્રીના વરદ્ હસ્તે સન્માનિત થવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.
KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM