ચરોતર ગેસ સહકારી મંડળી લિમિટેડ, વિઠ્ઠલ ઉદ્યોગનગર ખાતે વડતાલ સ્વામિનારાયણ મંદિર ના મુનિ વલ્લભ સ્વામી મહારાજ અને પ્રેમ વલ્લભ સ્વામી મહારાજ એ શુભેચ્છા મુલાકાત લીધી.

રિપોર્ટ : બીના પટેલ

ચરોતર ગેસ સહકારી મંડળી લિમિટેડ, વિઠ્ઠલ ઉદ્યોગનગર ખાતે વડતાલ સ્વામિનારાયણ મંદિર ના મુનિ વલ્લભ સ્વામી મહારાજ અને પ્રેમ વલ્લભ સ્વામી મહારાજ તથા રાજુભાઈ પટેલે ચરોતર ગેસ ના નવા વરાયેલા ચેરમેન ધર્મેન્દ્રભાઈ જે પટેલને શુભેચ્છા પાઠવવા માટે શુભેચ્છા મુલાકાત લીધી હતી. ચરોતર ગેસ ના ચેરમેન ધર્મેન્દ્રભાઈ જે પટેલે તેઓનું પુષ્પ ગુચ્છ થી સ્વાગત કરી‌ આશીર્વચન લીધા હતા. મુનિ વલ્લભ સ્વામી મહારાજ તથા પ્રેમ વલ્લભ સ્વામી મહારાજે ચેરમેન શ્રી ને કારકિર્દી યશસ્વી થાય તેવા આશિર્વાદ આપ્યા હતા. તેમજ તેઓએ ચેરમેને ધર્મેન્દ્રભાઈ પટેલ તથા એનડીડીબી આણંદ ના ચેરમેન મિનેશભાઈ શાહ,તથા અતિથિ વિશેષ તરીકે અમૂલ ડેરી આણંદ ના ચેરમેન રામસિંહ પરમાર અને વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર ને પુષ્પહાર આપી આશીર્વચન આપ્યા હતા. આ પ્રસંગે ચરોતર ગેસ ના મેનેજીંગ ડિરેક્ટર વિઠ્ઠલભાઈ એમ પટેલ, ડિરેકટર રમેશભાઈ એચ શાહ તથા સુરેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *