

રિપોર્ટ : બીના પટેલ
આણંદ જિલ્લા માં રાજયના સહકાર રાજય મંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ સરકારની ગરીબલક્ષી જનહિતની યોજનાઓ હેઠળ સો ટકા લાભાર્થીઓને આવરી લઇ પંથ કે વર્ગના ભેદભાવ વિના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્ય મંત્રી
શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની કેન્દ્ર અને રાજય સરકાર આજે સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ સાથે તેમજ આત્મનિર્ભર ભારતની પરિકલ્પનાને સાકાર કરવા આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત અને “વોકલ ફોર લોકલ”ના મંત્રને સાર્થક કરવાની સાથે મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓનું વેચાણ કરવા માટે સખી મેળાના માધ્યમથી અને ગુજરાત સરકારની ર૦ વર્ષની વિકાસ યાત્રાના માધ્યમથી સાકાર કરવાનું કામ કરી રહી હોવાનું જણાવ્યું હતું.
રાજય સરકાર દ્વારા “વંદે ગુજરાત ૨૦ વર્ષનો સાથ ૨૦ વર્ષનો વિશ્વાસ” કાર્યક્રમ અંતર્ગત આણંદ ખાતે ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકારનાં સંયુક્ત ઉપક્રમે સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શનને સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્માના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સખી મેળો અને વંદે ગુજરાત પ્રદર્શન તા. ૧૫/૬/૨૦૨૨ સુધી સવારના ૧૦ થી રાત્રિના ૯-૦૦ સુધી ખુલ્લું રહેશે જેનો શહેરના તથા જિલ્લાના નાગરિકોને લાભ લેવા સહકાર રાજય મંત્રીશ્રીએ અપીલ કરી હતી.
સહકાર રાજય મંત્રી શ્રી વિશ્વકર્માએ રાજયનો કોઇપણ સમાજ વર્ગ વિકાસથી વંચિત ન રહે તે માટે સરકારે શ્રેણીબધ્ધ આયોજન કરીને ગરીબ પરિવારોને જનકલ્યાણ યોજનાઓના લાભ મળે તે માટે રાજય સરકાર મકકમ હોવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો.તેમણે વધુમાં મહિલાઓના ઉત્થાન અને સશકિતકરણ માટે રાજય સરકારે અમલમાં મૂકેલી વિવિધ યોજનાઓ જેવી કે, ઘરે ઘરે શૌચાલયો, ૧૮૧ મહિલા અભયમ હેલ્પ લાઇન, પ્રધાનમંત્રી ઉજજવલા યોજના જેવી અનેકવિધ યોજનાઓનો ચિતાર આપી સરકારે ૨૦ વર્ષના વિશ્વાસ અને વિકાસ થકી ડોર ટુ ડોર કલેકશન, ર૪ x ૭ વીજળી, ગામે ગામ ઓપ્ટીકલ ફાયબર દ્વારા ડીજીટલ સેવાઓ, સેવા સેતુ, સ્વસહાય જૂથોને આર્થિક સહાય, મનેરગા દ્વારા રોજગાર, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના જેવી અનેકવિધ યોજનાઓ ક્ષેત્રે હાંસલ કરેલ સિધ્ધિઓની ગાથા વર્ણવી હતી.
મંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ આણંદ ખાતેનો આ સખી મેળો અને વંદે ગુજરાત પ્રદર્શનનો શહેર સહિત જિલ્લાના નાગરિકો વધુને વધુ લાભ લઇ સખી મંડળની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓની ખરીદી કરી મહિલાઓને પ્રોત્સાહિત કરવાની સાથે “વોકલ ફોર લોકલ”ના મંત્રને સાર્થક કરશે અને વંદે ગુજરત પ્રદર્શન દ્વારા સરકારની ૨૦ વર્ષની વિકાસ યાત્રાને નિહાળી સરકારની આ વિકાસ યાત્રામાં સહભાગી થશે તેવી આશા વ્યકત કરી હતી.
સાંસદ શ્રી મિતેષભાઇ પટેલએ આપણા દેશની પ્રગતિ અને સંસ્કૃતિનું નેતૃત્વ હંમેશાં ગામડાંઓએ જ કર્યું છે એટલે જ તો આજે દેશ પોતાની દરેક નીતિ અને દરેક પ્રયાસ ગામડાંઓને તેમજ મહિલા સશકિતકરણને કેન્દ્રમાં રાખીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અને મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની રાજય સરકાર કામ કરી રહી હોવાનું જણાવ્યું હતું.
શ્રી પટેલએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ જેવી કે, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ઉજજવલા યોજના, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, સ્વચ્છ ભારત મિશન, પ્રધાનપ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, વન નેશન-વન રેશન જેવી અનેકવિધ યોજનાઓ ક્ષેત્રે હાંસલ કરેલ સિધ્ધિઓની વિગતો આપી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના અને રાજયના મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ કેન્દ્ર અને રાજય સરકારે વિકાસની નવી કેડી કંડારીને રાષ્ટ્રને એક નવી ઊંચાઇએ ગુજરાત સમગ્ર દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે ત્યારે વિકાસમાં હંમેશાં અગ્રેસર રહેલા રાષ્ટ્ર અને ગુજરાતને હજુ વધુ આગળ લઇ જવા સંકલ્પબધ્ધ થવાની સાથે આ અવરિત વહેતી વિકાસ યાત્રામાં સહભાગી થવા જણાવ્યું હતું.
પ્રારંભમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જી. વી. દેસાઇએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
આણંદ-વિદ્યાનગર રોડ ઉપર બીગ બજારની બાજુમાં આવેલ વૃંદાવન ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ સખી મેળોમાં ૫૦ સ્ટોલમાં જિલ્લાના વિવિધ તાલુકાના સ્વસહાય જુથની મહિલાઓ દ્વારા ઉત્પાદિત વિવિધ ચીજવસ્તુઓ જેવી કે હેન્ડીક્રાફ્ટ, હોમ ડેકોર, કુર્તી, ખાદ્યસામગ્રી, કટલરી સહિતની અન્ય વસ્તુઓનું વેચાણ માટે ખુલ્લી મુકવામાં આવી હતી તે તમામ સ્ટોલની મંત્રીશ્રી સહિત ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ મુલાકાત લઇ સ્વસહાય જૂથની મહિલાઓ સાથે સંવાદ કરી પ્રોત્સાહિત કરી હતી. જયારે વંદે ગુજરાત પ્રદર્શનમાં ગુજરાત સરકારની ૨૦ વર્ષની વિકાસયાત્રાના પ્રદર્શનને મંત્રીશ્રીએ નિહાળ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર અને ભરૂચના માજી ધારાસભ્ય શ્રી રમેશભાઇ મિસ્ત્રીએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિન્દ બાપના, જિલ્લા ભા.જ.પ. પ્રમુખ શ્રી વિપુલભાઇ પટેલ, આણંદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રૂપલબેન પટેલ, અગ્રણી શ્રી મયુરભાઇ સુથાર, નીરવ અમીન, જિલ્લા-તાલુકાના સંગઠનના પદાધિકારીઓ, અગ્રણીઓ, જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ, નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આણંદ ખાતે યોજાયેલ સખી મેળામાં ૫૦ સખી મંડળોએ તેમના દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના પ્રદર્શનએ અને સરકારની ૨૦ વર્ષની વિકાસ ગાથાને વંદે ગુજરાત પ્રદર્શનએ નાગરિકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.
વૃંદાવન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા સખી મેળો અને વંદે ગુજરાત પ્રદર્શનને ખુલ્લું મૂકયા બાદ સહકાર રાજય મંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ દ્વારા આયોજિત સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત ચાલી રહેલ કબડ્ડી ખેલની મુલાકાત લઇ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. મંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ સહિત અન્ય મહાનુભાવો પણ તેમની સાથે જોડાયા હતા. સાંસદ શ્રી મિતેષભાઇ પટેલએ મંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્માને ખેલ સ્પર્ધા વિશે જાણકારી આપી હતી.

