મોરબીમાં નરેન્દ્ર મોદીના સુશાસનના ૮ વર્ષ નિમિતે વિવિધ યોજનાના પ્લે કાર્ડ દ્વારા જાગૃતિ અભિયાન

મોરબીમાં નરેન્દ્ર મોદીના સુશાસનના ૮ વર્ષ નિમિતે વિવિધ યોજનાના પ્લે કાર્ડ દ્વારા જાગૃતિ અભિયાનવડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનને ૮ વર્ષ પૂર્ણ થતા મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયાના માર્ગદર્શન હેઠળ શહેર યુવા મોરચા દ્વારા સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ સપ્તાહની ઉજવણી નિમિતે વિવિધ યોજનાના પ્લે કાર્ડ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો મોરબી શહેરના નવા બસ સ્ટેન્ડ નજીક શહેર યુવા મોરચા દ્વારા જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગીર સોમનાથ જીલ્લાના પ્રભારી સુખદેવભાઈ દેલવાણીયા, રાજકોટ જીલ્લા યુવા મોરચા પ્રભારી મહાવીરસિંહ જાડેજા, શહેર યુવા મોરચા પ્રભારી ડી ડી જાડેજા, શહેર યુવા મોરચા મહામંત્રી યોગીરાજસિંહ જાડેજા, ઉપપ્રમુખ અરુણભાઈ રામાવત, અજયભાઈ કોટક, રવિભાઈ રબારી અને મિતુલભાઇ ધ્રાંગા તેમજ મંત્રી શક્તિસિંહ જાડેજા, ધવલભાઈ ત્રિવેદી, શૈલેશભાઈ અઘારા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *