મોરબીના સન સીટી ગ્રાઉન્ડ ખાતે શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા ‘કાવ્ય કળશ’ કાર્યક્રમ નું આયોજન

મોરબીના સન સીટી ગ્રાઉન્ડ ખાતે શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા ‘કાવ્ય કળશ’ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિશ્વવિખ્યાત કવિ શ્રી ડોક્ટર કુમાર વિશ્વાસ તથા તેમની ટીમ કવિશ્રી અમિત શર્મા, કવિશ્રી ચેતન ચર્ચિત, કવિયત્રીશ્રી સુમન દુબે, કવિશ્રી સુરેન્દ્ર દુબેજી, તેમજ કવિશ્રી જાની બૈરાગી, સહિતના કવિઓ એ કવિતાઓની હેલી વરસાવી મોરબીની જનતાને સાહિત્યના રસ માં તરબોળ કર્યા હતા રાત્રિ ના 2 વાગ્યા સુધી ચાલેલા આ કાર્યક્રમમાં આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજ્યમંત્રી શ્રી બ્રીજેશભાઈ મેરજા,ડો.ભાડેસીયા સાહેબ તથા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા,મોરબી તાલુકા ભાજપ ના પ્રમુખશ્રી અરવિંદભાઈ વાસદડીયા અને સોશિયલ મીડિયાના ટીમના મનનભાઈ દાણી સહિત મોરબી ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા અત થી ઇતિ સુધી જનતાની પ્રેમ અને ઉષ્માસભર હાજરીથી કાર્યક્રમને ચાર ચાંદ લાગ્યા હતા આ કાર્યક્રમમાં શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ ની મહેનત પણ રંગ લાવી હતી ખૂબ સફળ આયોજન ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા કરવા માં આવેલ હતું…
રીપોર્ટ :- મનુભાઈ ખાંડેખા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *