


“સેવા એજ ધર્મ” ના ભાવ સાથે ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા અમદાવાદ ખાતે ગુજરાત ના પૂર્વ ગૃહરાજ્યમંત્રી તેમજ વટવા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય માનનીય શ્રી પ્રદીપસિંહ જાડેજાના જન્મદિન નિમિત્તે પિતા વગરના જરૂરિયાત મંદ વિધાર્થીઓને શિક્ષણ માટે વિદ્યાર્થી દીઠ રૂપિયા ત્રણ હજાર નું સ્કોલરશીપ તેમજ એક ડઝન ચોપડા નું વિતરણ કરવામાં આવ્યું.


“જ્યાં થાય નારી નું સન્માન, એ સમાજ અને દેશ બને મહાન” એ સુત્રોચ્ચાર સાથે સમાજની વિધવા,ત્યકતા અને સામાજિક આર્થિક રીતે પછાત મહિલાઓ ના ઉત્થાન માટે ઉત્તર ભારતીય વિકાસ પરિષદ ગુજરાત પ્રદેશ ના અધ્યક્ષ અને ભામાસાહ નામ થી પ્રખ્યાત શ્રી મહેશ કુશવાહ જીના માતા સ્વર્ગીય કમલાદેવી રાજેન્દ્રસિંહ કુશવાહ આર્થિક સહાય યોજના અંતર્ગત રૂપિયા ૫૦,૦૦૦ થી રૂપિયા ૫,૦૦,૦૦૦ સુધીની લૉન સ્વરૂપે આર્થિક સહાય માનનીય ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશસિંહ કુશવાહ, કાઉન્સિલર શ્રી દિનેશસિંહ કુશવાહ અને ઊત્તર ભારતીય વિકાસ પરિષદ ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શ્યામસિંહ ઠાકુરના હસ્તે ચેક સ્વરૂપે આપવામાં આવ્યું.


હિંદી સમાજના અગ્રણીઓમાં જેમનું સ્થાન છે એવા ભામાસાહ નામથી પ્રસિદ્ધ શ્રી મહેશસિંહ કુશવાહ દ્વારા આર્થિક રીતે પછાત સમાજના લોકોના ઉત્થાન માટે ઉત્તર ભારતીય વિકાસ પરિષદ ને રૂપિયા બે કરોડ આપવામાં આવ્યું. સાથે સાથે ઉત્તર ભારતીય
વિકાસ પરિષદ નું નવું એપ્લીકેશન પણ લોન્ચ કરવામાં આવ્યું, દેશમાં કોઈ પણ જગ્યા રહેનાર પરપ્રાંતીય સમાજ ગૂગલ પ્લે સ્ટોર માં જઇ UBVP નું એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશે અને ભારતના સૌથી મોટા પરપ્રાંતીય સંગઠન સાથે જોડાઈ શકશે.


સમાજ સેવા માટે ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા માનનીય શ્રી મહેશસિંહ કુશવાહ સાહેબને સન્માનિત કરવામાં આવ્યું. તેમજ કાર્યક્રમ ના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેનાર પૂર્વ ગૃહરાજયમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાનું પણ સન્માન કરવામાં આવ્યું. તેમજ કેક કાપી જાડેજા સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ માં મીડિયા મિત્રો નું પણ સન્માન કરવામાં આવ્યું,સમગ્ર કાર્યક્રમનું સંચાલન માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શ્યામસિંહ ઠાકુરના નેતૃત્વ માં હતું, આ અવસર પર અમદાવાદ શહર અધ્યક્ષ શ્રી વિનય મિશ્રાજી, શહર મંત્રી શ્રી મનોજ પાંડેજી, ટ્રસ્ટીઓ, કોર કમિટી ના સદસ્યો તેમજ ઉત્તર ભારતીય વિકાસ પરિષદ ના તમામ પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઉત્તર ભારતીય વિકાસ પરિષદ પરપ્રાંતીય સમાજ ઉત્તરોત્તર પ્રગતિ કરતું રહે એ માટે પ્રયત્નશીલ અને કટિબદ્ધ છે.
