નેશનલ હેરાલ્ડ કેસ બાબત ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન

શ્રીમતી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તથા કોંગ્રેસ પાર્ટીના બીજા નેતાઓને નેશનલ હેરાલ્ડ કેસ પર ઇડી દ્વારા નોટિસ અપાતા રાજકીય રંગ આપવાની કોશિશ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબ દ્વારા સુરત મહાનગરમાં આવેલા તેમના કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી . જેમાં તેમણે જણાવ્યું હતું કે શા માટે શ્રીમતી સોનિયા ગાંધી અને શ્રી રાહુલ ગાંધી તથા સમગ્ર કોંગ્રેસ પાર્ટી આટલી ડરી રહી છે , શા માટે તેઓ ઇડીની સામે જઈ તેમની વાત રજુ કરવાની જગ્યાએ તેઓ આ સમગ્ર બાબતને રાજકીય રંગ આપવાની કોશિશ કરી રહ્યા છે . કોંગ્રેસ પાર્ટીના અન્ય નેતાઓ જેમને ઇડીની નોટિસ મળી તેઓએ ઇડી સમક્ષ જઈને પોતાની વાતની રજુઆત કરી હતી તો શા માટે શ્રીમતી સોનિયા ગાંધી અને શ્રી રાહુલ ગાંધી ઇડી સમક્ષ જઈને પોતાની વાત રજુ કરવાની જગ્યાએ પ્રજાને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરે છે .એક પત્રકારના સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે વિશ્વ નેતા અને ભારત દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જયારે ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે તેઓએ એજન્સી સમક્ષ રજુ થઈને કલાકો સુધી સવાલોના જવાબ આપ્યા હતા કારણકે તેઓ સાચા હતા . જયારે ભ્રષ્ટાચારમાં લિપ્ત ગાંધી પરિવાર એટલા માટે જ એજન્સી ના સવાલોનો સામનો કરતા ડરે છે . ઉપરોક્ત પ્રસંગે ભારત સરકારના રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ , ગુજરાત રાજ્યના રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ , સુરત ભાજપ પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા , મહામંત્રી શ્રી મુકેશભાઈ દલાલ , શ્રી કાળુભાઇ ભીમનાથ , સુરત શહેરના મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા , ધારાસભ્ય શ્રી કાંતિભાઈ બલર , શ્રી વિવેકભાઈ પટેલ , શ્રી વી ડી ઝાલાવડિયા , શ્રમતી ઝંખનાબેન પટેલ , ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ પટેલ , સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી મેયર શ્રી દિનેશભાઇ જોધાણી , સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ , શાસક પક્ષ નેતા શ્રી અમિતસિંહ રાજપૂત વગેરે ઉપસ્થિત રહ્યા હતા .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *