માંડવી ખાતે ગુજરાત પ્રવાસન દ્વારા મહાત્મા ગાંધીજીના જીવન દર્શનની ઝાંખી યોજાઇ

ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ઉનાળુ વેકેશનના છેલ્લા સપ્તાહમાં માંડવી બીચ ખાતે મહાત્મા ગાંધીજીના જીવન દર્શનની ઝાંખી યોજાઇ હતી. પ્રવાસનની ગતિ વધારવા તેમજ વેકેશન માણતા બાળકો ગુજરાત અને દેશના ક્રાંતિકારીઓ અંગે વધુ માહિતગાર થાય તે માટે કચ્છના માંડવી બીચ ખાતે તા.૧૧ થી ૧૩મી જુન સુધી પ્રદર્શન સ્ટોલનું આયોજન કરાયું હતું. જેમાં મહાત્મા ગાંધીજીનું જીવન દર્શન અને તેને આવરી લેતી ગુજરાત સર્કિટ અંગે મુલાકાતીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રદર્શનીનો બહોળી સંખ્યામાં પ્રવાસીઓએ લાભ લીધો હતો. તેવું પ્રવાસન વિભાગની અખબાર યાદીમાં જણાવાયું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *