ધારાસભ્ય શ્રી વિજયભાઈ રૂપાણીની ગ્રાન્ટમાંથી ડામર રી-કાર્પેટ કામનું ખાતમુહુર્ત

વોર્ડનં.૦૨માં ચુડાસમા પ્લોટ મેઈન રોડ પર ડામર રી-કાર્પેટની કામગીરી માનનીય ધારાસભ્ય શ્રી વિજયભાઈ રૂપાણીની ગ્રાન્ટમાંથી કરવામાં આવશે. આ કામનું ખાતમુહુર્ત ભારતીય જનતા પાર્ટીના સુરેન્દ્રનગર જીલ્લાના પ્રભારી નીતિનભાઈ ભારદ્વાજના વરદ્દ હસ્તે કરાયું.  આ પ્રસંગે વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર તથા ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર તથા સ્થાયી સમિતિના સભ્ય મનીષભાઈ રાડીયા તથા જયમીનભાઇ ઠાકર તથા વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર મીનાબા જાડેજા, વોર્ડ નં.૨ના પ્રભારી મનુભાઈ વઘાસીયાના વોર્ડ નં.૦૨ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, વોર્ડ નં.૦૨ના મહામંત્રી દશરથભાઈ વાળા તથા ભાવેશભાઈ ટોયટા તથા વોર્ડ અગ્રણીય અજયસિંહ જાડેજા, ગુલાબસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, જે.ડી. ઉપાધ્યાય, ડો. પ્રિતેશભાઈ પોપટ, જયંતિભાઈ બુધેલિયા, નરેન્દ્રસિંહ ગોહિલ, અતુલભાઈ નથવાણી, લક્ષ્મણભાઈ, ચંદ્રસિંહ જાડેજા, રાજુભાઈ પારેખ, ભાગવતભાઈ શર્મા, છેલભાઈ રાવલ, પુષ્પકભાઈ જૈન, રાજુભાઈ દલવાણી, ભાનુભાઈ પટેલ, મીતભાઈ ગાંધી, રાજકોટ શહેર ભાજપ મંત્રી દીપાબેન કાચા, પૂર્વ કોર્પોરેટર જસુમતીબેન વસાણી, વોર્ડ નં.૨ના મહિલા મોરચા પ્રમુખ દેવ્યાનીબેન રાવલ, વોર્ડ નં.૨ મહિલા મોરચાના મહામંત્રી પલ્લવીબેન ચૌહાણ વોર્ડ અગ્રણીય  ભારતીબેન કારીયા, અમિતાબેન પારેખ વિગેરે ઉપસ્થિત રહેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *