મહિલાઓને લગ્ન માટે પુરુષોની જરૂર નથી, બેવફાઈનો ડર

સોફી ટાનેરનું પુસ્તક ‘રીડર,આઈ મેરિસ મી’ (વાચક મિત્રો, મે મારી જોડે જ લગ્ન કર્યા છે) બેસ્ટ સેલર તરીકે ગણના પામે છે. છેલ્લા કેટલાક વર્ષોથી કોઈ મહિલા કોઈ પુરુષ જોડે કે પછી સજાતીય પણ લગ્ન કરવાની જગ્યાએ તેની પોતાની સાથે જ લગ્ન કરતી હોય તેવા પ્રસંગો વિશેષ કરીને યુરોપ અને અમેરિકામાં વધતાં જાય છે. આ દેશોમાં તો હવે આવા સમાચાર અખબારોમાં સ્થાન પણ નથી પામતા. મહિલા, ફેશન કે પાર્ટી માટેના સામયિકોમાં કે ટીવી ટોકમાં ફીચર તરીકે હજુ પણ કવરેજ મેળવે છે.

       ભારતના આવા સૌ પ્રથમ લગ્ન વડોદરાની ક્ષમા બિંદુના નામે રેકોર્ડ બૂકમાં અંકિત થશે પણ લગ્નની નોંધણી રજીસ્ટ્રારમાં તેનું નામ જોવા નહીં મળે કેમ કે ઈટાલી જેવા દેશને બાદ કરતાં વિશ્વના મોટાભાગના દેશમાં “Sologamy” તરીકે ઓળખાતા આવા લગ્નને કાયદેસર માન્યતા નથી મળી. આ માટે બે પાત્રોનું હોવું જરૂરી છે.

       ક્ષમાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ‘મને લગ્ન કરવાની ક્યારેય ઈચ્છા નથી થઈ પણ મારે નવવધૂ બનવું હતું. મે મારી જોડે જ લગ્ન કરવાનો અનોખો નિર્ણય લીધો છે. લગ્નમાં થતી તમામ વિધિ સાથે અને પસંદગીના આમંત્રિતો તેમજ માતા પિતાની હાજરીમાં લગ્ન કરીશ.

     મજાની વાત એ છે કે વિધિ વખતે નવદંપતીને દામ્પત્ય જીવનના જે સંકલ્પો-પ્રતિજ્ઞા લેવાની હોય છે તેમ ક્ષમાએ આવા લગ્ન જીવન માટે અલાયદી પ્રતિજ્ઞાઓ પણ તૈયાર કરી છે. એટલું જ નહીં તે એકલી જ બે અઠવાડિયા ગોવામાં હનીમૂન જવા માટેનું પણ વિચારી રહી છે.

      જો ક્ષમાએ આવો વિચાર ન કર્યો હોત તો ભારતમાં આ ટ્રેન્ડની ચર્ચા પણ ન શરૂ થઈ હોત અને અમને આ લેખ માટેનો વિષય પણ ન સૂજ્યો હોત.

     વિદેશમાં તો પોતાની સાથે લગ્ન કરવાની પ્રણાલી હવે જાણે ફેશન અને બીજનેસ બનતી જાય છે આવા લગ્નને “Sologamy” કહેવાય છે. આવા લગ્ન શું છે, તે માટે કેવી રીતે માનસિક ભૂમિકા તૈયાર કરવી, તે કઈ રીતે મહિલાને આત્મસન્માન અને સશક્તિકરણ બક્ષે છે તે માટેના કાઉન્સેલિંગની આગવી દુનિયા છે. જાપાનમાં આવા લગ્ન એ હદે વધતાં જાય છે કે સેરકા ટ્રાવેલ કંપની માત્ર 2500 પાઉન્ડમાં માર્ગદર્શન, પ્રતિજ્ઞા વિધિ અને મીની હનીમૂન સહિતનું પેકેજ ઓફર કરે છે. આ પેકેજમાં પોતાની જોડે જ લગ્ન કરનાર મહિલાને તેમની મિત્રી કે સગા- સ્નેહીના મર્યાદિત ગ્રુપ માટે લીમોજીન કાર, પસંદગી કરવાની તક મળે તેમ ગાઉનની રેન્જ બતવાય, હેર સ્ટાઈલ અને મેકઅપ તેમજ એક રંગબેરંગી ફૂલોનો બૂકે સામેલ હોય છે. કેક- મીણબતી અને પોતાની જોડે જ પૂરા કદના અરીસા સાથે લગ્ન પછીનો પહેલો દિવસ વિતાવવા પોશ રૂમ માટે અલગ રકમ ચૂકવવાની હોય છે. જાપાનની જેમ ઈટાલી, ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકામાં આવી ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ ઉપલબ્ધ છે.

         1993માં અમેરિકાની લિન્ડા બેકર આવા લગ્ન કરનાર વિશ્વની સૌપ્રથમ મહિલા મનાય છે. 40 વર્ષની વયે તેણે આ પ્રસંગ પાર પાડી વિશ્વ મીડિયા અને મહિલા જગતનું ધ્યાન ખેંચ્યું હતું. સાત બહેનપણીઓ અને 75 આમંત્રિતોની હાજરી સાથે તેણે ભવ્ય લગ્ન પાર્ટી યોજી હતી. આ લગ્ન પછીના વર્ષોમાં આ પ્રથાએ ઠીક ઠીક ગતિ તો પકડી પણ વેગ માટે તો 2003 ની સાલમાં ખૂબ જ લોકપ્રિય નિવડેલી ‘સેકસ એન્ડ ધ સિટી’ નિમિત બની. આ શ્રેણીમાં તમામ પુરુષ દર્શકોનું ખૂબ જ ચાહીતું મહિલા પાત્ર કેરી બ્રાડશો અચાનક જ નિર્ણય લે છે કે તે તેના કોઈ પ્રેમી કે ઓફર કરનાર પુરુષો જોડે નહીં પણ તેની પોતાની સાથે જ લગ્ન કરશે. આ દ્રશ્ય જોઈ તમામ દર્શકો સ્તબ્ધ થઈ ગયા હતા. શરૂમાં તો મહિલા દર્શકો પણ સમજી ન શકી પણ પછીના દિવસોમાં પ્રસારણ માધ્યમોમાં આવા લગ્નએ ભારે ચર્ચા જણાવી. બ્રાડશોનો રોલ નિભાવનાર અભિનેત્રી સારાહ જેસિકા પાર્કરની તો તે વાસ્તવિક જીવનમાં શું માને છે તે સ્પષ્ટતા કરતાં મીડિયા સમક્ષ ઈન્ટરવ્યૂ આપતા ઊંઘ હરામ થઈ ગઈ હતી.

         આ ટીવી શ્રેણીના પ્રભાવ હેઠળ તે જ વર્ષમાં 30 વર્ષની જેનિફર હોએસે નેધરલેન્ડમાં પોતાની સાથે લગ્ન કર્યા તેને પુષ્કળ પબ્લિસિ ટી મળી હતી અને આવા લગ્નનો ગુણાકાર થવા માંડ્યો. બ્રિટન, ઓસ્ટ્રેલિયા, તાઇવાન અને અમેરિકામાં જાણે ફેશન બનતી ગઈ.

        અમેરિકા અને યુરોપની શ્રેણીના ‘ સેક્સ એન્ડ સિટી ‘ નું અનુકરણ કરીને મહત્વના મહિલા પાત્રને પોતાની સાથે લગ્ન કરતાં બતાવવાનું ચલણ પણ વધ્યું.  વધુ એક લોકપ્રિય ટીવી શ્રેણી ‘ ગ્લી’ માં સ્યું સિલ્વેસ્તર પણ કેટલાક મતલબી પુરુષોથી કંટાળીને દર્શકોને આચકો આપતો સંવાદ બોલે છે કે ‘ મારી સાથે લગ્ન કરવા માટે મારા કરતા શ્રેષ્ઠ પાત્ર કોઈ નથી.’ હદ તો  ત્યારે થઈ જ્યારે ક્રિસ મોરિસની લોકપ્રિય ટીવી શ્રેણી ‘ જામ’ માં તો એક પુરુષ પાત્ર પોતાની સાથે લગ્ન કરે છે. જો કે વાસ્તવિક જીવન માં કોઈ પુરુષે આ શ્રેણીમાંથી પ્રેરણા નથી મેળવી તે સારું છે.

       જે મહિલાઓએ પતિ કે પુરુષ મિત્રથી દગો અનુભવ્યો હોય તેઓમાં તેની પોતાની સાથે જ લગ્ન કરવાનું પ્રમાણ વધ્યું છે. અમેરિકા ની મહિલા લાઈન ગોલોગી જોડે 39 વર્ષની વય સુધી માં છૂટાછેડા, પુરુષની બેવફાઈ ના બે ત્રણ પ્રસંગો બન્યા અને 40 માં વર્ષે  થોડા મહિનાઓ પહેલાં તેને સેલ્ફ મેરેજ કર્યા છે. તે હનીમૂન માટે રોમ પણ ગઈ હતી.

        લેખની શરૂઆતમાં આપણે સોફી ટાનેરા ના પુસ્તકોનો ઉલ્લેખ કર્યો છે તે સોફી ટાનેરે આવી મહિલાઓની માનસિકતાનો અભ્યાસ કરીને પુસ્તક તો વિશ્વને ભેટ આપ્યું પણ પુસ્તકના સર્જન અને તેની મહિલા પાત્ર ક્યાં કારણોસર પોતાની જાત સાથે લગ્ન કરે છે તે વાર્તામાં ઢાળવા દરમ્યાન તેને જ એમ લાગવા માંડ્યું કે આ મહિલા પાત્ર તો તેના જીવન અને સોચ ને ઘનુ મળતું આવે છે. સોફી પોતે જ તેની વાર્તાના મહિલા પાત્ર ના વિચારો જાણી એ હદે પ્રભાવિત થયા હતા કે પુસ્તક સમાપ્ત કર્યો બાદ તેમણે તેમની સાથે જ લગ્ન કરવાનો  નિર્ણય લીધો અને બ્રિટનના બ્રાઇટન માં ધામધૂમ થી ઉજવણી કરી હતી. સોફી એ એવી પ્રતિજ્ઞા લીધી છે કે મારે મારી ખુશી અને સન્માન માટે અન્ય પાત્રની જરૂર નથી. હું પોતે જ મારો સહારો અને બિનશરતી પ્રેમી બનીને બતાવીશ.

        રસપ્રદ વાત એ છે કે વિદેશમાં જે પણ આવી રીતના લગ્ન થાય છે તે બધામાં પુરુષ મિત્ર જોડે સેક્સ સબંધ બાંધવા પ્રબાધની પ્રતિજ્ઞા નથી લેવાતી પણ પોતાની સાથે લગ્ન કર્યા છે તેથી તે મહિલા તેની ખુશી , આત્મસન્માન કે ગૌરવ કે હુંફ માટે પુરુષની જરૂરિયાત નથી અનુભવતી તે ખ્યાલ પર ભાર મુકાયો છે. તે પુરુષને આધીન નથી હોતી. તેને તરછોડવા ના હક્ક કે સંજોગો માટે પુરુષને તક આપવા તરફના લાગણીના સંબંધો નથી વિકસાવ તી.

        પશ્ચિમ ના દેશોમાં મહિલાઓ લગ્ન સંસ્થામાં હવે ઓછો રસ લે છે. તેઓને લગ્નની મોટી પાર્ટીઓ અને ઉજવનીઓમાં  પણ દિલચસ્પી નથી કેમ કે છૂટાછેડા નું પ્રમાણ વધતું જાય છે. લીવ ઈન રેલાશનશિપ નો ટ્રેન્ડ વધ્યો છે પણ તે તો લગ્ન જીવન કરતાં પણ અલ્પ વર્ષો રહે છે. ભલે આપણે ગમે તેટલી મહિલા શકિત કરણ ની બડી બડી વાતો કરતા હોઈએ પણ મહિલાને પુરુષ સેક્સ સંબંધનું આકર્ષણ ઘટી જાય પછી પગલુંછનીયા ની જેમ ફેંકી દે છે તેવી ઘટનાઓ વધતી જાય છે. મહિલાઓ પણ બેવફાઈ કરે જ છે પણ પુરુષોની તુલનામાં ઓછી હોય છે.

        આવી મહિલાઓ ડિપ્રેશન કે આત્મહત્યા સુધી પહોંચી જતી હોય છે. પતિ કે પુરુષ મિત્રએ તેની લાગણી જોડે ચેડાં કરીને તેને તરછોડી છે કે અપમાનિત કરી છે તે માનસિક આઘાત અસહ્ય હોય છે. આવી મહિલા બાકીની જિંદગી દગો પામેલી કે તેની નજરે ઉતરી ગયેલી તરીકે જીવ છે અને એક પ્રકારનો ખાલીપો તેમજ દોષની લાગણી અનુભવે એના કરતાં તે તેની જાતની મિત્ર બને, મારે શું કામ મારી અણમોલ જિંદગી નિર્લજ્જ, ચારિત્ર્યહીન પુરુષના પાપને લીધે બગાડવી તેવા હકારાત્મક વિચારને જન્મ આપે છે તેમાંથી પોતાની સાથે લગ્ન કરવાના વિચારનો જન્મ થયો તેમ કહી શકાય.

         શું એમ જ  પોઝિટિવ વિચારસરણી થી જીવી ન શકાય  ?  આવી મહિલાઓ કહે છે કે મનોવિજ્ઞાનની રીતે જ્યારે આપને અન્ય કોઈને ખુશી આપીએ , વહેંચીએ ત્યારે જ ખરી ખુશી કે સુખ અનુભવતા હોઈએ છીએ. મહિલા હવે કોઈ અન્ય પાત્ર નહી હોઈ પ્રતિજ્ઞા બધ્ધ પોતાને ખુશ રાખશે. ગમગીન કે ડિપ્રેશન ને દબાવીને ખુશ રહેવાનો પ્રયત્ન આખરે તો હારેલી બાજી નો ગામ ભૂલાવવા જેવો ખટકે છે તેના કરતાં પોતાની જાતને મં, હૃદય થી ખુશ રાખવા તેને એક પાત્ર અને જીવનસાથી તરીકે જોઈએ તો કેવું તે વિચાર પાયામાં છે. જે વ્યક્તિની ખુશી અને સનમાન બીજા કે બાહ્ય જગતના સાધનો પર આધારિત ન હોય તે j વ્યકિત દિવ્ય આનંદ મેળવી શકે.  ( ” You, yourself, as much as anybody in the entire universe, deserve your love and affection.” – Budha)  કોઈના પણ પ્રત્યે ધૃણા, તિરસ્કાર, અદેખાઈ કે અધિકાર નહી. આપણું દ્વેત અને અદ્વેત તત્વ જ્ઞાન પણ આ તરફ જ લઈ જાય છે.

         કોઈ આપણી ખુશી કે સુખ છીનવી શકે તેવો હક્ક બીજા કોઈને ન આપવો.

         જો પોતાની સાથેના લગ્ન લાંબા ન ચાલે અને જે તે પીડિત કે આવું માનતી મહિલા આગળ જતા અન્ય લગ્ન કરે કે કોઈ જોડે રેલેશનશિપ માં રહે તો પણ તેનો નકારાત્મક અને ખરાબ સમય સચવાય જશે.નવા સંબંધો વખતે તે અજુગતું બની શકે તેનાથી તૈયાર હોઈ શકે.

        મનોવિજ્ઞાન નો એક વર્ગ માને છે કે આ રીતે લગ્ન કરવા તે ખુશ એક માનસિક બીમારી બની શકે, હોઈ શકે. તેઓ ઉમેરે છે કે આ એક ખૂબ ઊંચી પરમ કક્ષા કે આત્મ સાક્ષાત્કાર જેવી વાત છે જે જવલ્લે j શક્ય છે.

         હા, હકારાત્મક અને તત્વ જ્ઞાન અભિગમથી બાકીનું જીવન આત્મવિશ્વાસ નું સિંચન કરી વિતાવી જ શકાય. સમાજની પરવા કરવાની પણ જરૂર નથી પણ પોતાની સાથે લગ્ન કરવા વ્યવહારુ નથી.

        ફેશન, ટ્રેન્ડ કે ચેપની જેમ આવા લગ્ન ફેલાય અને પબ્લીસિટી પછી ઠેરના ઠેર જેવું થવાનો ભય પણ ખરો….

      કોલીફોરનિયા ના બિગ સુર સ્થિત તારા ક્રિસ્ટો ફે પોતાની જાત સાથે લગ્ન કર્યા છે અને તે કહે છે કે આધ્યાત્મિક માર્ગે પોતાનું બાકીનું જીવન વ્યતીત કરવું હોય તો જીવન માટે એવો નિર્ણય લેવો વધુ અનુકૂળ પડે છે બાકી અન્ય પુરુષ સાથે સેક્સ સંબંધ બાંધતા આ રીતે લગ્ન કરવાથી તો દોષની લાગણી જન્મશે. તારા ‘ મેરી યોર સેલ્ફ ટેલી સમિટ ‘ યોજે છે જેમાં હજારો મહિલાઓ ભાગ લે છે.

        કેનેડામાં ‘ મેરી યોર્સેલફ’ અને સાન ફ્રાન્સિસ્કોમાં ‘ આઇ મેરીડ મી’ પોર્ટલ ખૂબ જ ડિમાન્ડમાં છે. સશા કાગેન લિખિત પુસ્તક ‘ કીવિકી અલોન ‘ પણ ધૂમ વેચાય છે         રહી વાત ભારતની ….તો પોતાની સાથે લગ્ન માટેના કેટલા મુહૂર્ત આગામી વર્ષોમાં નીકળે છે તે મહિલાના મનને જાણવા જેટલું અકળ છે. મહિલા જગતને આત્મ સન્માન અને ખુશી આપતો કોઈ પણ બદલાવ આવકાર્ય છે.        

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM