મહારાષ્ટ્રમાં પુના ખાતે પહેલા ચબૂતરા નું અનાવરણ કરવામાં આવિયુ.

પુના ખાતે શ્રી મહેન્દ્રભાઈ સંગોઈ , ગીરીશભાઈ શાહ અને શ્રી આદિ જીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન શ્રી જયેશભાઈ જરીવાલાના સહયોગ થી ઇસ્કોન મંદિર ના પહેલા માળના હોલ માં 150થી વધુ પાંજરાપોળ ના ટ્રસ્ટીઓની ગોમતા ને બચાવવાની અને સક્ષમ બનાવવા માટેનું સંમેલન સખરૂપ પાર પાડવામાં આવેલ છે.
શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ ના સાથ અને સહકાર થકી ગુજરાતમાં જુદી જુદી પાંજરાપોળમાં અતિયર સુધી નવ ચબૂતરા (પંખીઘર) બનાવીને આપવામાં આવેલ છે. મહારાષ્ટ્રમાં પુના ખાતે શ્રી વિરાલય મહાવીર ગોશાલા પુના ખાતે રવિવારે તારીખ ૧૨/૦૬/૨૦૨૨ ના રોજ પંદર માળ નો ચબુતરો ખુલ્લો મૂકવામાં આવીયો. દાતા શ્રી સંજયભાઈ બક્ષી અને પરિવારે આ મૂંગા પક્ષીઓ માટે 250 ફ્લેટ ફાળવવામાં આવીયા છે. આ પ્રસંગે વિરાલય મહાવીર ગોશાળા ના આ. ભગવંત અરૂનવિજયજી મહારાજ સાહેબ અને ટ્રસ્ટીઓ વિનોદભાઈ વગેરે હાજર હતા. અને શ્રી આદિ જીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને કમિટી મેમ્બર જયેશભાઈ, મનીષભાઈ, નવીનભાઈ, બકુલભાઈ, કિશોરભાઇ, દિનેશભાઈ, વિનોદભાઈ, કિંજલભાઈ અને પ્રફુલભાઈ વગેરે જીવદયા પ્રેમીઓ હાજર રહ્યા, અને ગુજરાત પછી મહારાષ્ટ્ર ની ગોશાળા વધુ કેમ ગોમાતા ને સમાવી શકે તેની ચર્ચા વિચારણાના પણ કરવામાં આવી જો આપણે ગોવંશને બચાવી શું તો કુદરતના પ્રકોપ થી આપણે બધા બચી શકશું.

રિપોર્ટર: મનીષભાઈ શાહ
મુંબઈ બ્યુરો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *