ઉના દ્વારા યુવા ભાજપ દ્વારા વિકાસ તીર્થ બાઈક તીરંગા યાત્રા યોજાયો

યુવા ભાજપ ઉના દ્વારા સુશાસન સપ્તાહના સમાપન દિવસે સમગ્ર ગુજરાતના જીલ્લા/મહાનગરમાં વિકાસ તીર્થ બાઈક તીરંગા યાત્રા નું આયોજનના ભાગરૂપે યુવા ભાજપ ઉના મંડલ યાત્રાનું આયોજન જીલ્લા અધ્યક્ષ માનસિંગભાઈ પરમાર અને જીલ્લા યુવા અધ્યક્ષ હિતેશભાઈ ઓઝા તેમજ પુર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડના માર્ગર્શન હેઠળ ઉના શહેરમાં કરવામાં આવ્યું હતું જે નગરપાલિકા ભવનથી 80 ફૂટ રોડ,મામલદાર કચેરી,ટાવર ચોક, નવનિર્મિત ટાઉન હોલ ખાતે તમામ સંગઠન કાર્યકરો ધ્વજ સાથે પાર્ટી સિમ્બોલ રાખી બાઈક રેલી યોજી હતી જે ભાજપ કાર્યાલય ખાતે સમાપન કરવામાં આવી હતી જેમાં યુવા મોરચા સંગઠન,કારોબારી સહિત નગર પાલિકા સભ્ય તાલુકા મોરચાના કાર્યકર સહિત બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ વંદે માતરમ્ ભારત માતા કી જય ના નારા સાથે પાંચ કિલોમીટર જેટલી યાત્રા યોજવામાં આવી હતી જેમાં જીલ્લા અધ્યક્ષ હિતેશભાઈ ઓઝા,યુવા શહેર પ્રમુખ વિનોદભાઈ બાંભણીયા,તાલુકા પ્રમુખ સંજયભાઈ બાંભણીયા, મહામંત્રી કિરીટભાઈ વાજા,મહામંત્રી હનુભાઈ ગોહિલ,નગરપાલિકા સભ્ય પરેશભાઈ,બાબુભાઈ ડાભી,ઉપ પ્રમુખ ચંદ્રેશ જોશી સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સરકારના આઠ વર્ષ સુશાસન વિષે લોકોને માર્ગર્શન આપ્યું હતું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *