જિલ્લાના પ્રશ્નો અને  ફરિયાદોનું સાથે મળી સમયસર નિરાકરણ કરીએ- કેન્દ્રિય રાજયમંત્રીશ્રી કૈલાશભાઇ ચૌધરી

 કેન્દ્રિય કૃષિ અને ખેડૂત કલ્યાણ  રાજયમંત્રીશ્રી કૈલાસભાઇ ચૌધરી અને કચ્છ મોરબીના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાની અઘ્યક્ષતા હેઠળ આજ રોજ કલેકટર કચેરી ભુજ  ખાતે ‘દિશા’ની બેઠક યોજાઇ હતી. જિલ્લાકક્ષાની ડિસ્ટ્રિકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડિનેશન અને મોનીટરીંગ  કમિટીની રિવ્યુ બેઠક માં વિવિધ યોજનાઓ અને કચેરીઓની કામગીરીની પ્રગતિ અને અવરોધોની ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં કેન્દ્રિય રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ‘દિશા’ની મિટિંગમાં રજૂ થયેલા પ્રશ્નો ફરિયાદો સમયસર નિકાલ થવો જોઈએ.  જનપ્રતિનિધિઓની રજુઆતો અને પ્રશ્ર્નો ગંભીરતાથી લઇ અમલીકરણ અધિકારીઓ યોગ્ય તત્કાળ પગલાં ભરે. ત્યારે વિવિધ વિકાસકામોના યોજનાઓમાં જનપ્રતિનિધિઓ સરકારને લઈ અમલીકરણ કરનાર સૌ કર્મયોગી હોય ગંભીરતાથી કાર્ય કરવું જોઈએ. સંબંધિત અમલીકરણ અધિકારીઓને ટકોર કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,આ મિટિંગમાં દરેક અમલીકરણ અધિકારીઓએ “દિશા”માં ઉપસ્થિત રહી આવેલા પ્રશ્નો અને રજૂઆતોનો સમયસર સમાધાન થાય એ માટે મિટિંગમાં જવાબદાર અધિકારીએ પોતે ઉપસ્થિત રહેવું જોઈએ. રાજ્યના વિકાસની હરણફાળ અને  કામગીરીની ગુણવત્તા દેશમાં વખણાય છે ત્યારે પ્રધાનમંત્રીશ્રીની વિશ્વમાં બનેલી ઉત્તમ શ્રેષ્ઠ છાપને બનાવવામાં દરેકનું યોગદાન છે તેને કાયમ રાખવા માટે સૌએ પ્રયત્ન કરવો જોઈએ. ગુજરાત મોડેલને દેશમાં સૌ અનુસરી રહ્યા છે ત્યારે વિવિધ વિકાસકીય યોજનાઓમાં જનપ્રતિનિધિઓનો સહકાર લઈને અમલીકરણ કરનારા સહયોગીઓએ ગંભીરતાથી કાર્ય કરવું જોઈએ. સંબંધિત અમલીકરણ અધિકારીઓને ટકોર કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ,પગારદાર એવા સૌ કર્મયોગીઓએ જનપ્રતિનિધિઓના રજૂ કરેલા વિકાસકામોને આકાર આપી વિકાસના કામો કરવાની કુદરતે આપેલી તક છે ત્યારે સરકારની વિવિધ યોજનાઓનો પાત્રતા ધરાવતા દરેક લાભાર્થીઓને લાભ મળે તે માટે પ્રયત્નો કરવા જોઈએ છે. જરૂરતમંદ અને સરકાર સુધી પહોંચી ન શકે તેવા લાભાર્થીઓને યોજનાઓનો લાભ અપાવવા પ્રયત્નો કરો આવેલા પ્રશ્નો ફરિયાદોનો સંકલન કરી સાથે મળીને નિરાકરણ કરીએ એમ પણ મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો . મંત્રીશ્રીએ સખી મંડળ, પ્રધાનમંત્રી યુવા કૌશલ્ય વિકાસ કામો તેમજ વાસ્મોની નલ સે જલની કામગીરીથી પ્રભાવિત થઈ તેની પ્રશંસા કરી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભુજ કચ્છની જુદી-જુદી ૨૨ યોજનાઓ તેમજ ટેલી કોમ, નેશનલ હાઇવે એરપોર્ટ ઓથોરિટી ,રેલવે કચેરી ઓની માર્ચ ૨૦૨૨ સુધીની પ્રગતિ સમીક્ષા કરવામાં આવી હતી.  કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી વિવિધ યોજનાઓ પૈકી પં.દિનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના, લાઇવલીહુડ મિશન મંગલમ યોજનાના કામોથી પ્રભાવિત થયા હતા.તેમણે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ૧૦૦ % ODF અને નલ સે જળ ની ૧૦૦% કામગીરી બાબતે વખાણ કર્યા  સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાથે તેમણે મનરેગા ,દિનદયાળ આવાસ યોજના ,પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના ,સ્વચ્છ ભારત મિશન , પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી ૨૨ યોજનાના અમલીકરણ અધિકારીઓ પાસેથી વિગતે માહિતી મેળવી હતી . આ તકે જનપ્રતિનિધિ સર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારુલબેન કારા,ઉપ પ્રમુખશ્રી વણવીરભાઈ રાજપૂત, ધારાસભ્યશ્રી -અંજાર વાસણભાઈ આહીર, માંડવી- મુન્દ્રા ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ જિલ્લાના પ્રમુખ સર્વ શ્રી મંજુલાબેન ભંડેરી ,લીલાવંતી બેન પ્રજાપતિ , ઘનશ્યામભાઈ ઠક્કર ,કિશોરસિંહ પરમાર તેમજ ગ્રામ્ય સરપંચશ્રીઓએ  ચીફ ઓફિસરશ્રી ભુજ ,રાપર અને અંજાર તેમજ મામલતદારશ્રી ભુજ, ગાંધીધામ ,રાપર ,દયાપર અને અમલીકરણ અધિકારીઓને પોતાના પ્રશ્નોની રજૂઆતો કરી અમલીકરણ બાબતની  રજુઆતો કરી હતી.કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી ચૌધરીએ સડક ફરિયાદ બાબતે તાકીદ કરતાં જણાવ્યું હતું કે.  પ્રાંત અધિકારીની અધયક્ષતામાં  કામગીરીની સમીક્ષા કરી સંબંધિત જવાબદાર ઠેકેદારો પર પગલાં ભરાશે તેમજ કોઈપણ બેજવાબદારીનો ભોગ જનપ્રતિનિધિઓ કે પ્રજાએ  ના બનવું પડે એમ પણ તેમણે જણાવ્યું હતું. આ બેઠકમાં કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. , જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા , નિવાસી અધિક કલેકટરશ્રી હનુમંતસિંહ જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આસ્થાબેન  સોલંકીએ સંકલિત થઇ વિગતો રજુ કરી હતી તેમજ પોતાની  બાબતોને રજૂ કરી હતી.આ બેઠકમાં સર્વે જિલ્લા જનપ્રતિનિધિઓ સંબંધિત અને અમલીકરણ અધિકારીઓ જોડાયા હતા….

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM