” આહવા-આંબાપાડા માં 150 વિદ્યાર્થીઓ ને નોટબુક વિતરણ કરાઈ”

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

કથાકાર પ્રફુલભાઇ શુકલ ના સાનિધ્ય મા દેવનારાયણ ગૌ ધામ મોતા ના પૂ.તારાચંદબાપુ તરફથી આજે આહવા-આંબાપાડા ભારતીબેન ગાયકવાડ ના બાપાસીતારામ પરિવાર મા 150 વિદ્યાર્થીઓ ને નોટબુક વિતરણ કરાઈ હતી.આ પ્રસંગે સુરત ના બ્રહ્મ અગ્રણી કે.સી. દવે,બીપીનભાઈ રાજ્યગુરુ, રાજુભાઈ ટાક,સુરેશભાઈ વૈષ્ણવ,મગનભાઈ કલ્સર્યા, ગોવરવભાઈ કટારે,હેમુબેન પટેલ,રમીલાબેન રાઠોડ,પ્રશાંતભાઈ બોરશે, ઉપસ્થિત રહ્યા હતા.પ્રસંગોચીત પ્રવચન કરતા કથાકાર પ્રફુલભાઇ શુકલ એ કહ્યું હતું કે ” તારાચંદ બાપુ દ્વારા ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ મા અવિરત સેવાયજ્ઞ ચાલી રહ્યો છે”.આજે બાપાસીતારામ પરિવાર મા ભારતીબેન ગાયકવાડ ના નિવાસે 150 ગરીબ વિદ્યાર્થીઓ ને નોટબુક પેન્સિલ, રબડ,વિતરણ કરી ને ખૂબજ પ્રશંસનીય કાર્ય થયું છે.પૂ.તારાચંદ બાપુ એ કહ્યું હતુ કે ” પૂ.પ્રફુલબાપુ ની પ્રેરણાથી અમારા હાથે આવા સેવાકાર્ય થઈ રહ્યા છે એ અમારું સદભાગ્ય છે” અંત મા બાપાસીતારામ પરિવાર દ્વારા હનુમાન ચાલીસા નો પાઠ કરવામા આવ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *