સુરત શહેર ભાજપ મેડિકલ સેલ દ્વારા સુરત શહેરની પ્રત્યેક આંગણ વાડીમાં કુપોષિત બાળકો માટે ચેક અપ તથા પ્રોટીન વિતરણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો

આજ રોજ સુપોષણ અભિયાન હેઠળ સુશાસન દિવસ નિમિત્તે સુરત શહેર ભાજપ મેડિકલ સેલ દ્વારા સુરત શહેરની પ્રત્યેક આંગણ વાડીમાં કુપોષિત બાળકો માટે ચેક અપ તથા પ્રોટીન વિતરણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો . સુરત ભાજપ પ્રમુખ શ્રી નિરંજન ઝાંઝમેરાજીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સેવાનો અભિગમ રાખી સ્વસ્થ ભારત સશક્ત ભારત ના સૂત્રને સાર્થક કરતા આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. સુરત શહેર ભાજપ મેડિકલ સેલના પ્રમુખ ડૉક્ટર શ્રી વિરેન્દ્રસિંહ મહિડાએ જણાવ્યું હતું કે ભુતકાળમાં પણ આવા અનેકવિધ કાર્યક્રમો મેડિકલ સેલ દ્વારા આયોજિત કરવામાં આવ્યા છે . ઉપરોક્ત પ્રસંગે સુરત શહેરના મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા , સુરત શહેર ભાજપ મહામંત્રીશ્રીઓ શ્રી મુકેશભાઈ દલાલ , શ્રી કિશોરભાઈ બિન્દલ , શ્રી કાળુભાઇ ભીમનાથ , સુરત ભાજપના પદાધિકારી શ્રીઓ , ચૂંટાયેલા વિવિધ ધારાસભ્યશ્રીઓ , નવરસેવકશ્રીઓ , સુરત મહાનગર પાલિકાના પદાધિકારીશ્રીઓ , શિક્ષણ સમિતિના પદાધિકારીશ્રીઓ તથા આગેવાન કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *