

શુક્રવાર વહેલી પરોઢે ૯ ગ્રહોનો અદ્દભુત અવકાશી નજારો
– અમુક ગ્રહો નરી આંખે, ટેલીસ્કોપ, દુરબીનથી જોઈ શકાશે.
– આકાશમાં ઉપગ્રહ ચંદ્રની હાજરીમાં નવ ગ્રહોની પરેડ જોવા મળશે.
– આકાશમાં વાદળા વિલન બનશે તો નજારો જોવા મળશે નહિ.
– તારા ટમટમે છે જયારે ગ્રહોની તેજસ્વીતા સ્થિર હોય છે.
– રાજયમાં વિજ્ઞાન જાથા ઉપકરણથી નિદર્શન કાર્યક્રમનું આયોજન ગોઠવશે.
અમદાવાદ : વૈશ્વિક સ્તરે ખગોળ વિજ્ઞાને અસાધારણ પ્નગતિ કરી છે. અવકાશી અનેક રહસ્યો ખોલી લોકોને માહિતગાર કર્યા છે. તા. ર૪ મી જુન શુક્રવારની વહેલી પરોઢના સાડા પાંચ કલાકે આકાશમાં એકસાથે નવ ગ્રહોની પરેડ જોવા મળશે. અમુક ગ્રહો નરી આંખે જયારે બાકીના દૂરના ગ્રહો ટેલીસ્કોપ, દૂરબીનથી આહલાદક જોઈ શકાશે. રાજયમાં ભારત જન વિજ્ઞાન જાથાની કચેરી જિલ્લા મથકો સહિત શાખાઓમાં વિજ્ઞાન ઉપકરણથી ગ્રહ નિદર્શનનો કાર્યક્રમનું આયોજન ગોઠવશે.
જાથાના રાજય ચેરમેન–એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે તા. ર૪ મી જુન વહેલી પરોઢે સાડા પાંચ કલાકે આકાશમાં નવ ગ્રહોનો અવકાશી નજારો જોવા મળવાનો છે. જેમાં બુધ, શુક્ર, મંગળ, ગુરૂ, શનિ, ઉપગ્રહ ચંદ્ર, યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો જેમાં અમુક નરી આંખે તથા દૂરના ગ્રહો ટેલીસ્કોપ, વિજ્ઞાન ઉપકરણથી આહલાદક જોવા મળવાના છે. આકાશમાં અદ્દભુત ખગોળીય ઘટના બનવાની છે. ખગોળપ્નેમીઓમાં જબરો ઉત્સાહ છે. ભારતમાં અત્યારે વર્ષાૠતુનો પ્નારંભ થઈ ગયો હોય વાદળા વિલન બને નહિ તો આહલાદક જોવા મળવાના છે. વાદળા અવરોધ કરે તેવી પુરેપુરી સંભાવના છે, છતાં રાજયમાં જાથાએ જિલ્લા મથકો અને તેની શાખાઓમાં નિદર્શન સંબંધી તૈયારી આરંભી દીધી છે. સ્વચ્છ આકાશમાં નવેય ગ્રહો જોવા મળવાના છે.
વધુમાં પંડયાએ જણાવ્યું કે બુધ, શુક્ર, મંગળ, ગુરૂ, શનિ નરી આંખે જોઈ શકાશે જયારે યુરેનસ, નેપચ્યુન, પ્લુટો ટેલીસ્કોપથી જોઈ શકાશે. આ બધા ગ્રહો આ સ્થિતિમાં માત્ર એક જ દિવસ દેખાશે. અમુક દિવસો સુધી જોવા મળવાના છે. ઉપગ્રહ ચંદ્રની હાજરીમાં ગ્રહોની પરેડ જોવા મળશે. પૃથ્વીને એક જ ચંદ્ર છે. આ દિવસે ચાર ચાંદ લાગે તેવો નજારો જોવા મળશે. બીજનો ચંદ્ર છે જે અદ્દભુત જોઈ શકાશે.
જાથાના જયંત પંડયાએ માહિતી આપતા જણાવ્યું કે સૌરમંડળમાં ગ્રહોમાં ખગોળીય ઘટના અવારનવાર બનતી હોય છે પરંતુ એક સીધી લીટીમાં જોવા મળતા નથી. તમામ ગ્રહો એક જ ધરી પર આખું ચક્કર લગાવતા નથી. તેઓ અવકાશની ત્રિસ્તરીય કક્ષામાં ફરે છે તથા ગ્રહો અને ઉપગ્રહોની ભ્રમણની ગતિ એકબીજાની સરખામણીમાં જુદી જુદી હોય છે. જેથી સીધી લીટીમાં કયારેય આવી શકતા નથી પરંતુ તેઓ ભ્રમણ કરતાં કરતાં કયારેક આવી સ્થિતિમાં આવી જાય છે કે પૃથ્વી ઉપરથી આપણને તેઓ ગ્રહો લાઈનમાં જોવા મળે છે. ગ્રહોની પોતાની ઓળખ હોય છે. શુક્રવારે વહેલી પરોઢે આકાશમાં અજીબોગરીબ ખગોળીય ઘટના બનવાની છે તેમાં સૌ કોઈ સાક્ષી બને તે માટે જાથા દેશભરમાં જનજાગૃતિથી લોકોને માહિતગાર કરવાના છે. લોકો આકાશ તરફ નજર કરતાં થાય તે માટેનું વિજ્ઞાન જાથાનું દેશવ્યાપી અભિયાનના ભાગરૂપે આયોજનો કરવાના છે. નરી આંખે પાંચ ગ્રહો જોવાનો મોકો લોકોને મળવાનો છે તેની મજા લેવા જાથા લોકચળવળથી માહિતગાર કરનાર છે.
જાથા ગ્રહો સંબંધી જાણકારી આપે છે તેમાં બુધ ગ્રહ : સૂર્યાસ્ત અને સૂર્યોદય પહેલા અમુક સમય માટે જોવા મળે છે. સૂર્ય ફરતે પ્નદક્ષિણા કરતા ૮૭.૯૭ દિવસ લાગે છે. તેનો વેગ પ્નતિ કલાક ૧,૭૦,પ૦૦ છે. ધરી ભ્રમણનો સમય પ૮ દિવસ ૧૬ કલાક છે. તેને એકપણ ઉપગ્રહ નથી. શુક્ર ગ્રહ : તેજસ્વી ગ્રહને કારણે કયારેક ધોળે દિવસે પણ જોવા મળે છે. સૂર્ય ફરતે પ્નદક્ષિણા કરતા રર૪.૭૦ દિવસ લાગે છે. તેનો વેગ પ્નતિ કલાક ૧,ર૬,૦૭૦ છે. ધરી ભ્રમણનો સમય ર૪૩ દિવસ ૧૪ મિનિટ છે. મંગળ ગ્રહ : આકાશમાં વધુ લાલાશને કારણે ઓળખાય જાય છે. તેને બે ઉપગ્રહો છે. સૂર્ય ફરતે પ્નદક્ષિણા કરતા ૬૮૬.૯૮ દિવસ લાગે છે. તેનો વેગ પ્નતિ કલાક ૮૬,૬૮૦ છે. ધરી ભ્રમણનો સમય ર૪ કલાક ૩૭ મિનિટ છે. આ ગ્રહ ઉપર કયારેય શાંતિ નથી અને ડમરીઓ તેમજ વાવાઝોડા જોવા મળે છે. ગુરૂ ગ્રહ : બધા ગ્રહોમાં સૌથી વિરાટ કદ ધરાવતો અને સૌથી મોટો પરિવાર ધરાવતો ગ્રહ ગુરૂ છે. તેને ૩૯ ઉપગ્રહો છે. સૂર્ય ફરતે પ્નદક્ષિણા કરતા ૧૧.૮૬ વર્ષ લાગે છે. તેનો વેગ પ્નતિ કલાક ૪૭,૦૦૦ છે. ધરી ભ્રમણનો સમય ૯ કલાક પપ મિનિટ છે. શનિ ગ્રહ : સૌર મંડળમાં સૌથી સોહામણો અને વલયોના કારણે તેની સ્પષ્ટ ઓળખ થાય છે. તે ૩૦ ઉપગ્રહો ધરાવે છે. સૂર્ય ફરતે પ્નદક્ષિણા કરતા ર૯.૪૬ વર્ષ લાગે છે. તેનો વેગ પ્નતિ કલાક ૩૪,૭૦૦ છે. ધરી ભ્રમણનો સમય ૧૦ કલાક ૪૦ મિનિટ છે. નેપચ્યુન ગ્રહ : લીલા રંગનો છે અને તે મુખ્યત્વે વાયુનો બનેલો છે. યુરેનસ ગ્રહ : પૃથ્વીથી એટલો દૂર છે તે સામાન્ય દૂરબીનથી જોઈ શકાતો નથી. ઉપગ્રહ ચંદ્ર પૃથ્વીનો મિત્ર હોય આ માનવજીવન ઓતપ્નોત બનેલું છે તે સૌ કોઈ જાણે છે.
અંતમાં ર૪ મી વહેલી પરોઢે પોતાની અગાસી ઉપર અને ફલડ લાઈટોથી દૂર નર્જનિ જગ્યાએથી ગ્રહો આહલાદક જોઈ શકાશે. દૂરબીન, ટેલીસ્કોપથી ગ્રહોનો સ્પષ્ટ નજારો જોવા જાથાએ દેશવાસીઓને અપીલ કરી છે. છેલ્લી ઘડીએ વાદળા અવરોધરૂપ થાય તો નજારો જોઈ શકાશે નહિ તેમ જણાવવામાં આવ્યું છે.

