



આજ રોજ 21/06/2022 ને મંગળવારના નહેરુ યુવા કેન્દ્ર જુનાગઢ(ગીર સોમનાથ) અને અબુંજા વિદ્યાનિકેતન – ગીર સોમનાથના સયુંકત ઉપક્રમે વિશ્વ યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે 55 જેટલા વિદ્યાર્થીઓ તથા શિક્ષકો પ્રતિભાગી થયા હતા.અને તેઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રિયા ઝણકાટએ યોગનું મહત્વ વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી. આ કાર્યક્રમની ઉપસ્થિત દરમિયાન શાળાના આચાર્ય શ્રી પ્રશાંત શર્મા સાહેબ, યોગ શિક્ષક શ્રી કે.શી. જોશી, સીસીએ ઇન્ચાર્જ શ્રી રચિત દેસાઈ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નહેરુ યુવા કેન્દ્ર જૂનાગઢના ભૂતપૂર્વ એન.વાય. કે. સ્ટાફ શ્રી પ્રતાપસિંહ પરમાર (એ.પી.એ.), તેમજ શ્રી અનકભાઈ ભૂકણ તેમજ બ્લોક કોડીનારના એન.વાય.વી.દેવલબેન સોલંકી તથા સુત્રાપાડા તાલુકાના એન.વાય.વી. સતિષકુમાર ચાવડા અને પૂર્વ એન.વાય.વી. કોડીનાર તાલુકાના કનકસિંહ સોલંકીએ હાજરી આપી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટર ભરતસિંહ જાદવ ગિર સોમનાથ

