

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
*આહવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર આઠમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નોટલ અધિકારીશ્રી જીગ્નેશભાઈ પટેલ( દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી) આહવા અને ડીવાયએસપી એસ. જી. પાટીલ તથા ડીવાયએસપી ડો.જે. જે. ગામીત ના અધ્યક્ષ પદે માનવતા માટે યોગ થીમ પર આઠમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી તા.21 જુનના રોજ થઈ.
આ પ્રસંગે 200થી વધુ પોલીસ કર્મચારીઓ તથા આ પ્રસંગે પી.એસ.આઇ. – જી.એમ. પવાર, પી. એસ. મકવાણા, કે. એમ. ગાંગુર્ડે, એસ. બી. ગામીત અને કે. કે. ચૌધરીની ઉપસ્થિતિમાં તમામ કર્મચારીઓએ ભાગ લીધો.
આ યોગ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોગ માસ્ટર ટ્રેનર તરીકે પતંજલિ યોગ સમિતિના શ્રીદત્તાત્રેય મોરે, આર્ટ ઓફ લિવિંગના ચીમનભાઈ પવાર અને લખનભાઈ ગુલાબભાઈ તથા સરકારી માધ્યમિક શાળા આહવાના દિવ્યાંગ શિક્ષક રાજેશ રાવલ સેવા આપી હતી.
યોગ કાર્યક્રમની શરૂઆત ઓમકારનાથી થઇ, ત્યારબાદ પ્રાર્થના, ચલન ક્રિયા, ચાર પ્રકારના 20 આસનો, પ્રાણાયામ, ધ્યાન, સંકલ્પ, પ્રાર્થના અને રાષ્ટ્રગીત સાથે 58 મિનિટનું આ કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

