ડાંગના હજ્જારો પ્રજાજનોએ ‘વંદે ગુજરાત’ પ્રદર્શન અને ‘સખી મેળા’ નો આનંદ માણ્યો

કાર્યક્રમના અંતિમ દિવસે ‘વંદે ગુજરાત’ પ્રદર્શન અને ‘સખી મેળા’ ની મુલાકાત લેતા પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલ :છેલ્લા વિસ વર્ષના વિકાસની તસ્વીર રજૂ કરતા ‘વંદે ગુજરાત’ પ્રદર્શનની, આહવા ખાતે છેલ્લા દિવસે પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલે મુલાકાત લીધી હતી.
આહવા ખાતે તા.૧૫ થી ૨૧ જૂન, ૨૦૨૨ દરમિયાન આયોજિત ‘વંદે ગુજરાત પ્રદર્શન’ અને ‘સખી મેળા’ની મુલાકાત લેતા મંત્રીશ્રીએ, રાજ્ય સરકારના પ્રજાલક્ષી કાર્યક્રમોનો પરિચય પ્રદર્શનના માધ્યમથી કરાવ્યા બાદ, આગામી તા.૪થી જુલાઈથી ગુજરાતના ગામડાઓમા ભ્રમણ કરનારા ‘વંદે ગુજરાત વિકાસ રથ’ના કાર્યક્રમની પૂર્વ ભૂમિકા આપી હતી.
મંત્રીશ્રીએ ‘સખી મેળા’ મા જિલ્લાના સખી મંડળોની બહેનો દ્વારા આત્મનિર્ભર બનવાની દિશામા હાથ ધરેલા પ્રયાસોની જાણકારી મેળવી હતી.
બે દાયકાના પરિશ્રમના પ્રસ્વેદથી વિકાસની કેડી કંડારનારા ગુજરાતની વિકાસયાત્રા ગત તા.૧૫મી જૂનથી ડાંગના આંગણે આવી ઉભી હતી. આ યાત્રાના સથવારે ડાંગના હજ્જારો પ્રજાજનોએ સપ્તાહ દરમિયાન, ગુજરાતનો વિકાસ જોયો છે, ગુજરાતના પરિશ્રમની પરાકાસ્ઠા મહેસુસ કરી છે, ગુજરાતનુ ગૌરવ ગાન કર્યું છે.
ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે, ડાંગ સેવા મંડળના પરિસરમા તૈયાર કરાયેલા ‘વંદે ગુજરાત’ પ્રદર્શન અને ‘સખી મેળા’ ની મુલાકાતે આમ અને ખાસ સૌ લોકોએ મુલાકાત લઈ ગુજરાતનુ ગૌરવગાન કર્યું છે.
પાછલા વીસ વર્ષોમા ગુજરાતમા કોમી તોફાનો ઉપર અંકુશ આવ્યો છે. તો સાથે બે દાયકાના દુકાળને, માં નર્મદાના નીરને ઘરે ઘરે પહોંચાડીને ભૂતકાળ બનાવી દેવાયો છે. આજે દેશનુ મેડીકલ હબ ગુજરાત છે, દેશનુ ડીફેન્સ હબ ગુજરાત છે, અને આકર્ષક ટુરીઝમ ડેસ્ટીનેશન પણ ગુજરાત છે. આપત્તિને અવસરમા પલટીને કચ્છનુ પુનઃવસન ગુજરાતે કર્યું છે, તો વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, અને વિશ્વનુ સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડીયમ પણ ગુજરાતમા છે. દેશનુ પહેલુ રિવરફ્રન્ટ સાબરમતી રિવરફ્રન્ટ, દેશનુ પહેલુ ઓપરેશનલ સ્માર્ટ સિટી, અને વર્લ્ડ કલાસ કન્વેન્શન સેન્ટર મહાત્મા મંદિર ગુજરાતમા છે. પ્રવાસન સ્થળોની કાયાપલટ કરનારુ દેશનુ અગ્રેસર રાજ્ય ગુજરાત છે. શિવરાજપુર બીચ, નડા બેટ-સીમા દર્શન, દાંડી કુટીર, સોલ્ટ મેમોરીયલ, શામજીકૃષ્ણ વર્મા મેમોરીયલ, વિરાંજલી વનોની શ્રુંખલા માત્ર અને માત્ર ગુજરાતમા જ છે.
આ અને આવી અનેક ગૌરવાન્વિત કરતી બાબતો ‘વંદે ગુજરાત’ પ્રદર્શનમા આકર્ષક ફોટોગ્રાફ્સ, કટઆઉટના માધ્યમથી ડિસ્પ્લે કરવામા આવી છે. જેનો હજારો લોકોએ સપ્તાહ દરમિયાન લાભ લીધો હતો.
દેશના આઝાદી કાળથી વરસાદ ઉપર નિર્ભર રહેતા ગુજરાતના ખેડૂતોને આત્મનિર્ભર બનાવાયા છે. તો પશુપાલકોને સ્વેતક્રાંતિ તરફ અગ્રેસર કર્યા છે. અંધારિયા ગામોને વીજળીથી ઝળહળતા કર્યા છે. તો શિક્ષણથી અજ્ઞાનતાના અંધકાર પણ ઉલેચ્યા છે. જળનુ અસરકારક વ્યવસ્થાપન, સ્કીલ ડેવલોપમેન્ટ, ટેકનોલોજીનો શુભગ સમન્વય, સ્વચ્છતાનો આગ્રહ, આવાસ સુવિધા, ડીજીટલ અને રળિયામણા શહેરો, માર્ગોનુ નેટવર્ક, મહિલા સશક્તિકરણ, કુપોષણ નિવારણ, અને તંદુરસ્ત સમાજ નિર્માણની દિશામા અસરકારક વ્યવસ્થાપન, તથા ગ્રામીણ-આદિવાસી સંસ્કૃતિના જતન અને સંવર્ધન ને પાયામા રાખીને ગુજરાતે ચારેકોર વિકાસની પરાકાષ્ઠા સર્જી છે. આ બાબતો અહી સતસવીર પ્રજાજનો સમક્ષ પેશ કરવામા આવી હતી.
‘વંદે ગુજરાત’ પ્રદર્શનીના માધ્યમથી ૨૦ વર્ષ અગાઉનુ ગુજરાત, અને ૨૦ વર્ષના પરિશ્રમ અને સેવા બાદના ગુજરાતની બદલાયેલી તસવીર, પ્રજાજનો સમક્ષ બખૂબી રીતે રજુ કરવામા આવી હતી.
આહવા ખાતે ‘વિશ્વ યોગ દિવસ’ કાર્યક્રમમા પધારેલા મંત્રીશ્રીએ ‘વંદે ગુજરાત પ્રદર્શન’ સહિત આહવાની એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલની પણ જાત મુલાકાત લીધી હતી. ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ સહિત અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી શ્રી નરેશભાઈ પટેલની આ મુલાકાત વેળા તેમની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, સામાજિક કાર્યકરો સર્વશ્રી દશરથભાઇ પવાર, ગીરીશભાઈ મોદી, રમેશભાઈ ચૌધરી, પ્રવીણ આહિરે, સૂમનબેન દળવી, પ્રાયોજના વહીવટદાર શ્રી કે.જે.ભગોરા, આદિજાતિ વિકાસ અધિકારી શ્રી આર.એ.કનુજા વિગેરે જોડાયા હતા.

