ડૉ શ્યામા પ્રસાદ મુખરજી ને પુષ્પાંજલિ સેક્ટર ૧૪ ખાતે અર્પણ કરવામાં આવી

ભારતીય જનસંઘ ના સ્થાપક, મજબૂત રાષ્ટ્રવાદી અને મહાન શિક્ષણ શાસ્ત્રી, ડૉ શ્યામા પ્રસાદ મુખરજી ને તેમની પુણ્યતિથિ પર સેક્ટર ૧૪ ગુપ્તા સ્પોર્ટ્સ કૉમપ્લેકેસઃ, ડૉ બાબા સાહેબ આંબેડકર ગાર્ડન સામે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી  આ કાર્યક્રમ માં શ્રી ડૉ ગુલાબચંદ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે, તેમની વિચારધારા સાથે તેમના સંઘર્ષ એ ભારતીય રાજનીતિ પર અમીટ છાપ છોડી છે  તેઓએ દેશમાં મજબૂત રાજકીય વિકલ્પ નું બીજ વાવ્યું છે, ૩૩ વર્ષ ની ઉંમરે તેઓ કોલકાતા યુનિવર્સિટી ના કુલ પતિ બન્યા હતા. આઝાદી પછી તેઓ લાંબુ જીવી શક્યા ન હતા, જમ્મુ કાશ્મીર ની સમસ્યા તેઓ સમજયા હતા, તેના સંપૂર્ણ નિરાકરણ માટે તેઓએ અવાજ ઉઠાવ્યો હતો, બંગાળ ના ભાગલા વખતે ભારત ના હક્કો માટે લડયા હતા, ભારત ના તેઓ પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા પ્રધાન બન્યા હતા. સરકાર દ્વારા લિયાકત સંધિ વખતે હિન્દુઓ ના હિતોની અવગણના થતા તેઓએ રાજીનામું આપ્યું હતું જમ્મુ કાશ્મીર કલમ ૩૭૦ પરમીટ સિસ્ટમ નો તેઓએ વિરોધ કર્યો હતો તેઓનું મૃત્યુ ૨૩ જૂન ૧૯૫૩ માં રહસ્યમય સંજોગોમાં થયું હતું, એક દેશ મા બે વિધાન બે પ્રધાન નહીં ચલેગા નો નારો આપ્યો હતો.  આ કાર્યક્રમ માં શ્રી મહેન્દ્ર ભાઇ ચૌહાણ અને કાંતિભાઈ પટેલ એડવોકેટ દ્વારા પ્રવચન આપ્યું હતું અને ભારત માતા કી જય ના નારા નો જય ઘોષ શ્રી pravi ભાઇ, શ્રી નીમેષ ચૌહાણ અને શ્રી કનુભાઈ નાયી દ્વારા કરવામાં આવ્યો હતો આ પ્રસંગે પક્ષીઓ ને જુવાર ખવડાવી હતી. આ કાર્યક્રમ નું આયોજન શ્રી મહેન્દ્ર ભાઇ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમ માં અંતમાં શ્રી કાંતિભાઈ પટેલ એડવોકેટ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *