ભાજપાના કાર્યાલય ખાતે તેમજ બુથમાં ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી.

‘એક દેશ મેં, દો વિધાન, દો નિશાન ઔર દો પ્રધાન નહીં ચલેગે’ના બુલંદ નારા સાથે દેશની એકતા, અખંડિતતા માટે પોતાનું જીવન ન્યોછાવર કરનાર ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીની પુણ્યતિથિ ‘બલિદાન દિન’ નિમિત્તે સ્વામી વિવેકાનંદ સ્કૂલ, સે.૨૪, ગાંધીનગર ખાતે રાત્રે ૮.૩૦ કલાકે તેમના જીવન વૃતાંત અંગેના માહિતીસભર વ્યાખ્યાનનું આયોજન ભાજપા દ્વારા કરવામાં આવ્યું છે જેમાં પ્રદેશ ભાજપા મંત્રીશ્રી પંકજભાઈ ચૌધરી વક્તા તરીકે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં મહાનગર ભાજપા સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલ પાંખ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *