માંડવી ગોસ્વામી સમાજના 200  વિદ્યાર્થીને દ્વિતીય નિશુલ્ક શૈક્ષણિક કીટનો વિતરણ 

ગુંસાઈ પંચ ટ્રસ્ટ દ્વારા  સમાજ ના જરૂિયાતમંદ વિદ્યાર્થીઓને નિશુલ્ક ગણવેશ વિતરણ કર્યું 

માંડવી દશનામ ગોસ્વામી સમાજ ના વિદ્યાર્થીઓ એજ્યુકેશન શ્રેત્ર અવ્વલ નંબર પ્રાપ્ત  કરી આઇપીએસ. આઇએસઆઇ અધિકારી બની પરિવારિક અને સમાજનું ગૌરવ વધારવાના સુચનો સાથે બસો જેટલા વિદ્યાર્થીને દ્વિતીય નિશુલ્ક શૈક્ષણિક કીટનો વિતરણ ગુંસાઈ પંચ ટ્રસ્ટના માધ્યમ થી કરવામાં આવી હતી ગત વર્ષની જેમ ચાલુ વર્ષ  શૈક્ષણિક શત્રનો પ્રારંભ થતા કેજી 1-2 થી અંગ્રેજી ગુજરાતી માધ્યમ થી કોલેજ કક્ષાનાતમામ વિદ્યાર્થીઓને જંબોનોટ બુકનો સેટ અને સ્કૂલ બેગ દાતાના અને સમાજના અગ્રણીઓના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું
નોટબુકના દાતા સ્વ પ્રભાબેન પરશુરામગીરી મૂળ માંડવી હાલે મુંબઈ તેમના પરિવાર સહયોગી બન્યા હતા. સ્કૂલ બેગ ના દાતા સ્વ મમીબેન લક્ષ્મણગીરી માંડવીનો પરિવાર રહ્યો હતો બન્ને પરિવારના હસ્તે શૈક્ષણિક કીટનો વિતરણ વિદ્યાર્થીઓને કરવામાં આવ્યું હતું

ગુંસાઈ પંચ ટ્રસ્ટ દ્વારા પ્રથમ વાર ગોસ્વામી સમાજ ના જરૂિયાતમંદ વિદ્યાર્થીઓ માટ નિશુલ્ક ગણવેશ વિતરણ કરવામાં આવશે જેની જાહેરાત કરતા સિતેર જેટલા વિદ્યાર્થીને ટ્રસ્ટ દ્વારા ગણવેશ આપવામાં આવ્યા હતા 

શૈક્ષણિક કીટનો વિતરણ ગુંસાઇ પંચના ટ્રસ્ટી સુરેશગીરી બી. ગોસ્વામી. મહિલા મંડળના પ્રમુખ કમળાબેન વી. ગોસ્વામી.ગોસ્વામી સેવા સ્માજ સમિતીના ઉપાધ્યક્ષ મહેશગીરી પી ગોસ્વામી.

 તુલસી ગીરી ટી. ગોસ્વામી ખુશાલગીરી જી. ગોસ્વામી. ભરત ગીરી આર. ગોસ્વામી. સહિત મોટી સંખ્યામાં મહિલા અને પુરુષ હાજર રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન કમલ ગીરી કે ગોસ્વામી અને આભાર વિધિ દર્શન આર ગોસ્વામી કર્યું હતો

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM